________________
( ૭ ) જાણી શકાય છે. એટલે બાહાત્મા, અંતરાત્મા અને પરમાત્માએ ત્રણે જુદા જણાય છે. જ્યારે શુદ્ધ ચેતન અનુભવને અભ્યાસ કરે ત્યારે તે પોતે જ દેખાઈ આવે છે. કર્મ વિગેરેને બીજા કેઇની સાથે મેળાપ નથી. જે પૂર્વ સંચિત કર્મ છે તે પિતાની સ્થિતિ પૂર્ણ થતાં અથવા તે કર્મ ઉદય આવ્યાથી દેખાય છે, પણ જીવ કાંઈ મને ક નથી પણ તે કર્મના ઉદયને તમાસે જેનારે છે.
અહીં કદિ કેઈ શંકા કરે કે, “જ્યારે જીવ તથા પુદગળ એકમેક થઈ રહેલા છે, ત્યારે તેઓને વિશે તેમને જુદા જુદા સ્વભાવ કેવી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં જળ અને શાકનું દૃષ્ટાંત છે–જેમ ઉનું પાણી હોય, તેને સ્વભાવ શીતળ છે, પણ તેને સ્પર્શ કરવાથી તે ગરમ લાગે છે, પણ તે ગરમી પાણીની નથી પણ અગ્નિની છે, તેવીજ રીતે શાકમાં જાતજાતને સ્વાદ રહે છે, પણ તેમાં લુણને સ્વાદ જુદે જણાય છે, તે છ હાથી જણાય છે. તેવી રીતે આ ઘટ પિડમાં વિચારવું, એટલે કર્મની સાથે ચેતનનું મળવું તેના જેવું જાણી લેવું. કર્મ, જડ–અજ્ઞાનરૂપ છે અને જીવ શુદ્ધ જ્ઞાનરૂપી છે, તેથી, એને તે શુદ્ધજ જાણ. એ વાત ભેદજ્ઞાનથી વધારે સમજાય છે, માટે ચિદાનંદ–પરમાત્માને કર્મને ક માન, એ કેવળ શ્રમજ છે. પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, મારે ભ્રમ દૂર થઈ ગયું છે. હવે મને કે આનંદકારક વૃત્તાંત સંભળાવે
ત્રિમૂર્તિ ચેતને સાનંદ થઇને કહ્યું, પ્રવાસી, અહીંથી આગળ જા. ત્યાં તને એક દિવ્ય પુરૂષ મળશે તે અમારી ત્રિમૂર્તિની એટલે કર્તા, કર્મ અને ક્રિયાની વાર્તા સારી રીતે સમજાવશે. અને તે તે પિતાનું સ્વરૂપ પણ ઓળખાવશે. આટલું કહી તેનું સ્વરૂપ અને દૃશ્ય થઈ ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com