________________
તથા દર્શનાવરણ વગેરે કર્મ પિંડને વિલાસ છે. અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઇત્યાદિ જે કાર્ય તથા કર્મ છે–એ બંનેને કર્તા પુદગળ દ્રવ્યને જ પ્રમાણ ભૂત રાખે. તેથી કરીને વર્ણાદિ જે ગુણ છે. તે, અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ પ્રમુખ જે કર્મ છે, તે બધા નાના પ્રકારના પુગળ રૂપ જાણવા, તેથી ખરી રીતે પ્રશંસનીય કર્તા તે કમજ થઈ શકે છે.
પ્રવાસીઓ વચ્ચે પ્રશ્ન કર્યો–મહાનુભાવ, આપે યથાર્થ રીતે સ્પષ્ટ કરી આપના સ્વરૂપમત જે કર્તા, કર્મ અને ક્રિયા છે તેમનું સ્વરૂપ મને કહી બતાવ્યું છે અને મારી મવૃત્તિમાં એ વાત પણ દીભૂત થઈ છે, તથાપિ મને આશ્ચર્ય થાય છે કે, કેટલાક મિથ્યાદષ્ટિ લેકે તે વાતને માન્ય કરતાં નથી. તેનું શું કારણ હશે?
તેણે ઉત્તર આપ–પ્રિય પ્રવાસી, તે ઉપર એક હાથીનું દષ્ટાંત યથાર્થ છે, જેમ હાથીને અનાજ સાથે ઘાસ મેળવીને ત્રાસ આપવામાં આવે છે; તે હાથી બનેને સરખી રીતે ખાઈ જાય છે. તે હાથીને એ સ્વભાવ છે કે તે ઘાસને તથા અનાજને જુદો જુદે સ્વાદ લેતો નથી; તેમ વળી કઇ માણસ મદિર પીને મત્ત બજે હય, તેને દહીં તથા ખાંડથી બનેલ શીખંડ જમવાને આપીએ અને પછી તેને પુછીએ કે, શીખંડને સ્વાદ કે છે? ત્યારે તે મત્ત પુરૂષ કહે છે કે, ગાયના દુધના જેવું છે, કારણકે, તેને દારૂના નશામાં જુદા જુદા સ્વાદની ખબર પડતી નથી. તેવી રીતે જીવ છે કે અનાદિકાળને જ્ઞાનરૂપી છે–જ્ઞાનમય છે તથાપિ તે પાપ કર્મ અને પુણ્ય કર્મમાં લીન થઇ રહ્યા છે, તેથી તે સહજ ભાવે શૂન્યહૃદય થઈ ગયું છે, માટે તે ચેતન તથા અચેતન પુ. દૂગળથી મિશ્ર થયેલા પિંડને જોઇ તે તેને એકમેક માને છે; એટલે પુગળના સેળભેળથી ચેતનને પણ પુદગળ કમને કત્તા માને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com