________________
| ( ૬૭ ) એક યિા ક્યારે પણ કરે નહીં, તેમજ એક દ્રવ્ય બે કિયા પણ કરે નહીં, તેથી જીવ અને પુદગળ એકમેક થઈ રહ્યા છે—અને એક ક્ષમાવગાહી થયા છે, પણ તે પિતા પોતાના સ્વભાવથી જુદા પડતા નથી. તે ઉપરથી સમજવું કે, જે પુગળ છે તે જ છે, તેથી તે જ પરિણામનેજ કન્ન થાય છે અને જે ચિદાનંદ ચેતન છે, તે પિતાના ચેતન સ્વભાવને આચરે છે, માટે તે ચેતન પરિણામને કત્ત થાય છે. હે પ્રવાસી, તું આ વાતનું તારા હૃદયમાં સર્વદા મનન કરજે, એટલે તને કઇ જાતની શંકા રહેશે નહીં. વળી તે વિષયમાં એક બીજી વાત પણ જાણવાની છે. જે મિથ્યાત્વ મેહ કર્મ છે, તે અંધકૃપના જેવું છે. તે જીવને અનાદિકાળથી લાગેલું છે; તેથી જીવની અહં. બુદ્ધિ પર દ્રવ્ય તરફ લાગેલી છે, અને તેને લીધે જીવનાના પ્રકારને લાગે છે, પણ જ્યારે કે સમયે એટલે યથા પ્રવૃત્તિ કરણને વખતે જે તે જીવ ભવ્ય હેય અને તેને મિથ્યાત્વ મેહ દૂર થઇ જાયમિથ્યાત્વરૂપ ગ્રથિ ભેદઇ જાય તે સર્વ કાર્યને વિષે રહેલી તેની અહબુદ્ધિગત મમતા છેદાઈ જાય છે, એટલે તે શુદ્ધ ચિદાનંદ ભાવમાં જ પરિણામી રહે છે. તે સમયે તે ભવ્ય જીવ જડ ચેતનને વિવેક ધારણ કરી અવિરતિ, કષાય, પગ તથા પ્રમાદ કે જે બંધના હેતુ છે, તેને ત્યાગ કરી પિતાના વીર્ય બળવડે આ જગતને છતી લે છે, એટલે તે આ જગતથી નિરાળે થાય છે,
હે પ્રવાસી, વળી તે સિવાય તે વિષય ઉપર બીજી પણ વાત જાણવાની છે. જેમ કમને કર્તા આત્મા નથી તેમ એ કર્મ આત્માના કરેલાં નથી અને કર્તા અને કમ એકજ રૂપ છે. આ વિષે તત્વજ્ઞાની જૈન વિદ્વાનો વિચાર જાણવા જેવા છે. આ ચેતનાને વિષે જે શુદ્ધ ભાવ તથા અશુદ્ધ ભાવ જાણવામાં આવે છે, તે તો પરિણામરૂપ કમ છે, તેથી તે બન્નેને કર્તા જીવજ છે. બીજો કઈ કર્તા માનવે નહીં. અને જ્ઞાનાવરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com