________________
( ૪ )
વિષે રહેલ અતરની અનાદિ મૂઢતા વિદ્યાર્ણ થઇ જાયછે, જેનાથી જડચેતનનું ભેદજ્ઞાન પ્રગટ થાય, અને જેની દૃષ્ટિએ વિવેકની રશક્તિ સધાતાં જુદા જુદા ગુણુપર્યાય જાણવામાં આવે છે, અને તે જાણી ચંતન તથા જડની દશા સારી રીતે અવલોકી પછી ગુણ શ્રેણીને ધારણ કરી ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા થાય છે. તે પછી જેનાથી અનુભવના અભ્યાસ થતાં સત્યની પ્રતીતિમાં પ્રવેશ થાય છે, એટલે હૃદયમાં હર્ષ ઊત્પન્ન થાય છે, પછી ઊત્કૃષ્ટ શક્તિ કરવાથી અંતરાય કર્મ ભાંગી જાય છે અને કેવળ જ્ઞાન પ્રકાશી નીકળે છે, એવા કોઇ જ્ઞાનના વિલાસ ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને વંદના છે.” ૧
પ્રવાસીના વઢનથી આઊત્તમ વાણી સાંભળી જ્ઞાનજ્યોતિ પ્રસન્ન થયું અને તે પ્રસન્નતાથી તેનામાં વિશેષ પ્રભાના પ્રકાશ પડી રહ્યા.
જ્ઞાને વિલાસ વાણીથી કહ્યું, પ્રિય પ્રવાસી, તારૂં વ્યાખ્યાન સાંભળી મારૂં અંતરંગ આનંદમય બન્યુ છે, હવે જે જાણવાની
ઇચ્છા હૈાય તે કહે,
પ્રવાસી પ્રસન્ન ચિત્ત માલ્યા—મહાનુભાવ, તમારો વિલાસ દિવ્ય છે, અને વિશ્વને આનંદ આપનાર છે, પણ તે ઘણા દુર્લભ હાવાથી પ્રત્યેક જીવ તેના આનદ મેળવી શકતા નથી તેા તૈયા કોઈ ઊપાય છે? કે જેથી એ વિલાસના આન સુલભ થાય?
જ્ઞાને ઉત્સાહથી ઉત્તર આપ્યા—પ્રવાસી, તારૂં કહેવું સત્ય છે, મારો આનંદ દુર્લભ છે, પણ જે આતર્યંના શુદ્ધ ઊપાસક અને જ્ઞાનની ભવ્યભક્તિના ભાજન છે, તેને એ મારા આનંદ દુર્લભ નથી.
પ્રવાસી—જ્ઞાનની ભવ્યભક્તિના ભાજન શી રીતે થવાય ?
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com