________________
( ૩ )
કાળના રહેલા છે, તે તત્કાળ દૂર થઈ જાય છે. ઈંટાની ભઠ્ઠીમાં ગાળેલા સુવર્ણની જેમ શુદ્ધ ચેતન રૂપે પ્રકાશરૂપ થઇ જાય છે,
એટલે પાતે નિમળ સ્વ
પ્રિયમુસાફર, તે ઊપર એક નટીનું દૃષ્ટાંત સમજવા જેવુ છે, જેમ કોઈ નાચનારી સ્ત્રી વસ્ત્રાભરણથી સુરોાભિત થઇ આડા પટ્ટા રાખી રંગભૂમિ ઊપર આવી ઊભી રહે, પણ જ્યાંસુધી તે અંતરપટ દૂર કર્યું ન હોય, ત્યાંસુધી તે લેાકેાના જોવામાં આવતી નથી. પણ જ્યારે તે અંતરપટ દૂર કરે એટલે તે લોકોના જોવામાં આવે છે અને તેના શરીરનું તથા વસ્ત્રભરણનું સાદ જોઇ લોકોના મન રજન થાય છે, તેવી રીતે આ જ્ઞાનના સાગર આત્મા આડા મિથ્યાત્ય રૂપ પડદામાં છુપી રીતે રહેલા છે, તે મિથ્યાત્વ રૂપ ગ્રંથિના પડદા જ્યારે દૂર થઇ જાય છે, ત્યારે તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે જે સ્વરૂપ જ્ઞાનરૂપે સાગરથી ભરપૂર છે. તેનાથી તે આ ત્રણ લોકને ભરી રહ્યા છે અને તે ત્રણે લોક તેને વિષે ભાસી રહ્યા છે.
વસ્તુસ્વરૂપના મુખથી આ વ્યાખ્યાન સાંભળી પ્રવાસી અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેના હૃદયમાં અને રોમેરોમ તાત્ત્વિક હર્ષ વ્યાપી રહ્યો. આ અનાદિ વિશ્વ અને તેમાં રહેલા જડ ચેતન પદાર્થો તેની દિવ્ય તથા તાત્ત્વિક દૃષ્ટિ આગળ ખુલ્લી રીતે દેખાવા લાગ્યા. પછી તે પ્રવાસીએ વસ્તુસ્વરૂપના ચર્ણમાં વંદના કરી અને અજળ જોડી તેની સ્તુતિ કરી.
તે પ્રવાસી તાત્ત્વિક પ્રેમમાં મગ્ન થઇ અળિ જોડી ભે રહ્યા અને તે વખતે દ્રિવ્ય તેજને ધારણ કરનાર વસ્તુસ્વરૂપ મુખથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com