________________
( 20 )
હું તારી સાથે પરિચય રાખવાને ખુશી છું, તારી સાથે વાર્તાલાપ કરવાથી મને અનુપમ આનંદ આવે છે.”
પ્રવાસીએ વિનયથી પુછ્યુ ? દ્રવ્ય પર્યાયના અભેદ કેવી રીતે
થાય ?
જ્ઞાતા—વિજ્ઞાનધન એ દ્રવ્ય છે અને તેને જ્ઞાતા તે પર્યાય છે. તેથી વિજ્ઞાન અને જ્ઞાતા એકજ છે, જ્યાં સર્વ કા ક્ષય થાય એવા જે ધ્રુવ ધમ એટલે નિશ્ચળ સ્વભાવ, તે સિદ્ધપણું કહેવાય છે અને તે પદસાધ્ય છે, જે તીર્થંકર સાધુ શુદ્ધ ઉપયોગ લઇ મન, વચન અને કાયયોગમાં મડિત થઈ પર્યાય લઇ રહ્યા છે, તેઓ સાધુ કહેવાય છે. એ સાધુપણું તે પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને સાધ્યપણુ′ તે પરોક્ષ સ્વરૂપ છે. એ અન્તે અવસ્થાને લઈને એક વિજ્ઞાન ધન છે. મોક્ષને ઇચ્છનાર સાધુ સાધ્ય મન્નેને એક જ્ઞાનના સચચથી સેવે, તે અન્ને પદમાં વિજ્ઞાન ધન એક છે. અને બન્ને પદની સેવામાં સ્થિર થઇ રહે છે. આ ઉપરી સિદ્ધ થાય છે કે, સદા દ્રવ્ય પર્યાયના અભેદ રહેલા છે.
પ્રવાસી—મહાશય, તે અભેદ્ર વ્યવસ્થા
કયા નયના બળથી
જાણવી ?
જ્ઞાતા દ્રવ્ય ગુણ પર્યાયના ભેદની અવસ્થા વ્યવહારનયથી છે. તે કેવી રીતે છે ! તે સાંભળે~~
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે આત્માના ગુણ છે. તેને સ્વરૂપથી વ્યવહાર કહીએ તે તે સમળરૂપ છે અને નિશ્ચય દૃષ્ટિથી જોઇએ તે એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એક ચેતના સમય દેખાય છે. તે ચેતનાએ કરીને તે અભેદ, અવિચળ, અવિકાર અને નિર્માળ રૂપ છે. નિશ્ચયનય અને વ્યવહારનય—એ બન્ને સમ્યક્ દશામાં પ્રમાણ છે, કારણકે, નય એ એક જાતના અભિ
પ્રાય છે.
પ્રવાસી—તે વાત . વ્યવહારનયથી સમજાવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com