________________
અંતર તથા બાહેરની વસ્તુને જાણી તે બાહેર પ્રકાશ એવાં કાર્યમાં અખિન્ન થઈ અને આ સંસારના વિકારથી જુદા રહી સર્વ પ્રદેશને વિશે તે ચેતના રસવડે ભરપૂર થઈ રહ્યો છે.
આ પ્રમાણે મુસાફરના મુખનું વ્યાખ્યાન સાંભળી તે જ્ઞાતા હૃદયમાં સંતોષ પામી ગયો અને તેના મનમાં આ પ્રવાસીની પગ્યતાને માટે ઉચા વિચાર બંધાઈ ગયે, તથાપિ તે પુન: પ્રવાસીની પરીક્ષા કરવાને બે -ભદ્ર, તમારું વ્યાખ્યાન સાંભળી મને સંતોષ થયે છે. તથાપિ તમારા મુખની મધુર વાણું સાંભળવાની ઈચ્છાથી હું તમને એક પ્રશ્ન કરું છું, તેને પ્રત્યુત્તર આપે.
આ પ્રવાસીએ વિનયથી જણાવ્યું, મહાનુભાવ, હું તમારી પાસે કેણુ માત્ર છે. તમારા ગહન પ્રશ્નને પ્રત્યુત્તર મારાથી શી રીત આપી શકાય ? તથાપિ જે આપની ઈચ્છા હોય તો ખુશીથી પ્રશ્ન કરે. પણ જે હું યથામતિ કહું, તે અંગીકાર કરી લેજે. જ્ઞાતા પુરૂષ બે –ભદ્ર, તમે જે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, તે યથાર્થ છે. પણ તે વિષે એક સુંદર દૃષ્ટાંત આપી તે સ્વરૂપના લક્ષણને પુષ્ટ કરે. પ્રવાસીઓએ ક્ષણવાર વિચારીને કહ્યું, મહાનુભાવ, બીજું કે ઉત્તમ દૃષ્ટાંત મારા હૃદયમાં સ્લરી આવતું નથી. પણ એક વ્યવહારિક દૃષ્ટાંત મને ખુરી આવ્યું છે, તે આપ સાંભળે– બજેમ લુણના કાંકરા ખાર રસથી ભરેલા છે; તેવી રીતે જીવ–આત્માચતના રસથી ભરપૂર થઈ રહ્યો છે..... આ દૃષ્ટાંત સાંભળતાં જ્ઞાત પુરૂષ પ્રસન્ન થઈ ગયો. તેણે હર્ષપૂર્વક જણાવ્યું, “ મિત્ર પ્રવાસી, તારે અનુભવ ઘણે પ્રશંસનીય છે. તું આગળ જતાં સિદ્ધાવસ્થાને અધિકારી થઈ શકીશપ્રવાસીએ પ્રેમ દર્શાવી કહ્યું, હે ઉપકારી, જે આપની ઇચ્છા હોય તે, મારા હૃદયમાં કેટલાએક પ્રશ્ન ઉદ્ભવ્યા છે, તે હું આપને નિવેદન કર્યું, જેથી મારું મન નિશક થઈ જાય,
જ્ઞાતા પુરૂષે પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર, ખુશીથી પુછ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com