SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) થવાથી તે જીવ અશુદ્ધ થયેલ છે, તેમાં જે અશુદ્ધરૂપ થયેલા જીવ તેનું નામ આ વ્યવહારનય છે અને જે ક્ષણે નવે તત્ત્વમાં એકજ ચેતનારાક્તિ વિચારીએ તે જીવ શુદ્ધ સ્વરૂપ છે, તેનુ નામ હું પોતે નિશ્ચયનય છું. મારા નિશ્ચયનયના સ્વરૂપથી નવ તત્ત્વના પ્રચ અમુલ્ય રાખી જે અલક્ષ્યરૂપ જીવ છે તે સર્વત્ર અભેદરૂપે પ્રાપ્ત કરાય છે, તે મારા શુદ્ધ નિશ્ચયનયનુ સ્વરૂપ છે. પ્રવાસી આ સાંભળતાંજ ઘણા પ્રસન્ન થઇ ગયા અને તેણે નિશ્ચયનયને વદના કરી પુન: વિનંતિ કરી—મહાનુભાવ, આપે જે દૃષ્ટાંત આપ્યું, તેથી મને આપના સ્વરૂપનું યથાર્થ ભાન થઈ આવ્યુ છે. જા હવે ફરીવાર ખીજુ કાઈ દ્રષ્ટાંત આપે। તે આપના માટે ઉપકાર થશે. નિશ્ચયનચે આનંદપૂર્વક કહ્યું, ભદ્ર, શુદ્ધ જીય વ્યવસ્થાને માટે બીજી એક મનન કરવા ચાગ્ય દૃષ્ટાંત છે, તે એક ચિન્ત સાંભળજેમ ચાખ્ખા સોનામાં રૂપુ, ત્રાંબુ, સીસું, જસત, કથીર વગેરે હલકી ધાતુ મેળવીએ, ત્યારે તે સાનુ જુદી જુદી જાતનું થાય છે, તથાપિ તે બધું એક સાનાના નામથી ઓળખાય છે. જ્યારે શરાફ તે અશુદ્ધ સાનાને કસાટી ઉપર મુકે છે ત્યારે તે સાનાના જુદા જુદા ભાવ મુકે છે અને તે પ્રમાણે સેનાની કીંમત ઉપજે છે, તેવી રીતે આ જીવ અનાદિ કાળથી પુગળ દ્રવ્યનો સયાગી છે, માટે એ જે નવ તત્વરૂપી વ્યવસ્થા ધારી ગતિ, સ્થિતિ, ભાજન, વર્ઝમાન અને આધારપણે એ પાંચે દ્રવ્ય ગ્રહણ કર્યા, પણ તેમાં જે કે અરૂપી મહા તેજવંત વ્ય છે, તે તે। કાઇ રીતે પ્રત્યક્ષ પ્રમાણે ગ્રહણ થતું નથી, તે અનુમાનથી ગ્રહણ કરાય છે, તેજ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. પ્રવાસીએ વચમાં પ્રશ્ન કર્યા—મહાશય, તે કેવા અનુમાનથી મહુણ કરાય છે? નિશ્ચયનચે કહ્યું, જે પ્રત્યેક સ્થાને ઉદ્યાતવાનું પ્રકાશમાન વ્ય દેખાય, તે દ્રવ્ય બીજી કોઇ ફળ્યું નહીં પણ એક આત્મા 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy