________________
( ૧૧ ) તેજસ્વી ચૈતન્ય સ્વરૂપ પુરૂષ તેના જેવામાં આવ્યો. તે પુરૂષને દેખાવ વિચિત્ર હતો. ક્ષણે ક્ષણે તેના પરિણામરૂપ થતાં હતાં. અને તેથી તેનામાં એક જુદા પ્રકારની સ્થિતિ દેખાતી હતી. તેને જે આપણું જૈન મુસાફરે પ્રશ્ન કર્યો, “ ભદ્ર, તમે કેણ છે ?” તેણે વિનયથી ઉત્તર આપે. “હું જીવું છું.”
મુસાફર–તમે જીવ છે એ શી રીતે જાણવું?
જીવ–શુદ્ધ નિશ્ચયનવડે અતીત, અનાગત અને વર્તમાન કાળમાં હું શુદ્ધ ચેતનામય પિંડ છું, અને એજ મારી મૂર્તિ છે.
મુસાફર હે જીવાત્મા ! જે તમે શુદ્ધ ચેતનામય પિંડમૂર્તિ છે, તે તમારે શુદ્ધ સ્વભાવ છોડીને વિભાવમાં કેમ પરિણામે છો?
જીવ-કર્મ વિગેરે પરવસ્તુ છે, તેનું પરિણમન થયું, તેથી તેની જતા ખુરણયમાન થઈ, તે જડતા મારામાં પ્રસરી રહી છે, તેથી મારામાં વિપરીત દેખાય છે.
મુસાફર જ્યારે તમારે એ શુદ્ધ સ્વભાવ હતો ત્યારે તમે પર વસ્તુની પરિણતિ કેમ ગ્રહણ કરી?
જીવરાગ દ્વેષરૂપ જે કર્મ છે. તે ઉત્કૃષ્ટ કારણ પામીને મારા ચેતન આત્માને મેહિત કરે છે.
મુસાફર–તે કેવી રીતે મેહિત કરે તે મને દષ્ટાંત સાથે સમજાવે
જીવ—જેમ ધતુરાનું પાન કરનાર માણસ પિતાને મૂળ સ્વભાવ છેડી વિવિધ પ્રકારે નાચે છે, અને કુદે છે, તેવી રીતે આ ચેતન અનાદિ કાળના મેહને પામીને પિતાના શુદ્ધ સ્વભાવને છોડી દે છે અને વિભાવથી મૂછ પામી રહે છે.
મુસાફર–એ મેહ ત્યાગ કરી ચેતન પિતાના શુદ્ધ સ્વભાવની કેવી રીતે પ્રાપ્તિ કરે ?
જીવ-જ્યારે જીવ આત્મસ્વરૂપને ઓળખવાને પ્રયત્ન કરે એટલે તે પરમ શુદ્ધપણાના સ્વભાવને જાણી શકે છે, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com