________________
પંચમ ભૂમિકા.
(આશ્રવતત્ત્વભૂમિકા.)
જૈનપ્રવાસી હૃદયમાં તાત્ત્વિક આનંદને અનુભવ કરતા આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર મહેલ તેના જોવામાં આવ્યો. તે મહે લની રચના અદ્ભુત હતી. તેની ચારે બાજુ વિવિધ પ્રકારની યાંત્રિક અને મનોરંજક ગાભા પ્રકાશી રહી હતી. તેની આગળ એક સુંદર નાનું સરોવર આવી રહેલ હતું. તે સરોવરની અંદર તે મનેાહર મહેલનું પ્રાંતશ્રમ પડતું, તેથી સરોવરમાં પણ અદ્ભુત ચિત્રમય રચના લાગતી હતી. તે સગેવરની ચારે તરફ આરસ પથ્થરથી બાંધેલા નાના નાળાઓ આવી રહ્યા હતા, તેમાંથી નિર્મળ જળની નાની નાની નીકા વહેતી હતી. અને તે નીકેાથી તે સરોવરના સ્વાભાવિક જળમાં વધારો થતા હતા.
આ દેખાવ જોઈ જેનપ્રવાસી વિચારમાં પડયા. આ સુંદર મહેલ કાના હશે? તેની પાસે આ રમણીય સરોવર શામાટે રાખેલ હશે? આ મહેલમાં કોનો વાસ હશે ?” આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતા હતા, ત્યાં એક સુભટ હાથમાં જ્યોતિરૂપ શસ્ત્ર ધારણ કરતા ત્યાંથી પસાર થયા. તેને જોઇ પ્રવાસી આશ્ચર્ય પામી ગયે—તે સુભાનું સ્વરૂપ ઉદ્બટ છતાં શાંત દેખાતુ' હતું, તેની મુખાકૃતિ માત્ર તેના વિરોધીનેજ ભયંકર લાગતી પણ બીજાને આનંદદાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com