________________
( ૮ )
મુસાફરના મુખથી આ પ્રમાણે આત્મસ્વરૂપનું યથાર્થ વર્ણન સાંભળી તે દ્વિવ્ય પુરૂષને અતિશય આનંદૈ ઉપજ્યા. પછી તેણે સાન હૃદયથી જણાવ્યું, “ ભદ્રં તુ ખરેખર અધ્યાત્મ વિદ્યાને અનુભવી છુ, આ પવિત્ર તત્વભૂમિ તારા જેવા મુસાફરનેજ ચાગ્ય છે. આ ભૂમિમાં તારા જેવા કોઇ જ્ઞાન વીર મુસાર અદ્યાપિ આન્યા નથી. જા, હવે તુ તારા ચરણને આગળ ઉપાડ, અને આ આનંદમય ભૂમિના ઉત્તમ અનુભવ સંપાદન કરી લે.”
આટલુ` કહી તે દિવ્ય પુરૂષ ત્યાંથી પસાર થઇ ગયા.
જ્ઞાની મુસાફર તત્વભૂમિના નગરના દરવાજા પાસે આવ્યા, ત્યાં એક સુંદર કુમારિકા તેને સામી મળી તેનામાં સૌંદર્ય અનુપમ હતું, તેણીની આસપાસ જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. શરીરના દરેક અવયવેામાં જ્ઞાનમય રસ વહન થતા હતા. હાથમાં સ્ફટિક માળા અને આગમ પુસ્તક રહેલાં હતાં, એક હાથ જ્ઞાન મુદ્રાથી સુશાભિત હતેા.
એ સુદર ખાળાને જોતાજ જૈન મુસા વિચારમાં પડયો તેના મુખ ઉપર હર્ષના અંકુરો સ્ફુરી રહ્યાં, અને આનંદની પ્રભા પ્રકાશી નીકળી, તે રમણીય માળાએ મધુર સ્વરે કહ્યું—“ ભદ્ર ! તમે કોણ છે? અને અહીં કયાં જાઓ છે ?” મુસાફ઼ે નમન કરી ઉત્તર આપ્યા—મહાનુભાવા, હું મુસાફર છું. આ પવિત્ર તત્વભૂમિમાં મુસાફરી કરવાને આવ્યો છું. આપ કુમારિકા કોણ છે ? આપનું સ્વરૂપ જાણવાને મારી પ્રમળ ઇચ્છા છે. કુમારીકાએ હસતાં હસતાં કહ્યું—ભદ્રે ! હું મારૂ સ્વરૂપ કોઇને કહેતી નથી, જે આ તત્વભૂમિની મુસાફરી કરવાના અધિકારી હોય તે મારા સ્વરૂપને સ્વત: જાણી શકે છે ? ભદ્રે ! વિચાર કરી મારૂં સ્વરૂપ કહી આપેા.
તે સુદર્બાળિકાના આવાં વચના સાંભળી જૈન મુસાફરે પોતાના નેત્રા મીંચી ધ્યાન કરવા માંડયુ, શુભ ધ્યાન ફરતાં તે પવિત્ર મુસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com