________________
માનીએ છીએ. આવા ધાર્મિક પ્રસંગેના ઉત્તમ લાભ શેઠ પોપટલાલભાઈ ખુબ ઉઠાવે એમ અમો અંત:કરણથી
છીએ છીએ. ટુંકમાં ખરૂં કહીએ તો આ સ્વગીય દસ્ય કલમમાં યથાસ્થિત ઉતરી શકે તેવું નહિ હતું. કયાં એ ભવ્ય વાસનોતક મહાન ઉદ્યાપનમહોત્સવ અને કયાં અમારી લઘુ લેખિની? ઉદ્યાપન નજરે જોનારાઓ જરૂર આ વાતનો સ્વીકાર કર્યા વિના નહિજ રહે એવી અમારી ખાત્રી છે. આ ઉદ્યાપનમહોત્સવને અંગે દરેક દહેરાસરજીમાં આંગીની રચના કરાવવામાં આવી હતી. તથા પ્રસંગે પ્રસંગે ઘીના ચડાવાની બેલી બોલીને દહેરાસરજીની “ઉપજમાં સારી રકમનો વધારો કરવામાં આવ્યો હતો, ઉપરાંત શ્રી જીવદયાના ખરડામાં પણ સારી રકમ ભરાઈ
તી. એકંદર રીતે જોતાં આ ઉદ્યાપનમહત્સવ યાને ધર્મના ઉપકરણનું એક જંગી પ્રદર્શન, આત્મવિકાસ ઉત્સવ, તથા શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજનું ૬ ઠું અધિવેશન જામનગરના ઇતિહાસમાં સદાને માટે સુવર્ણક્ષરે લખાએલું જ રહેશે. સમસ્ત જેન કામ માટે આ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com