________________
ચાહે છે. એવા રાજવી ઠેર ઠેર પાકે એમ ઇચ્છું છું. (તાળો ) પ્રજાની આબાદી કેમ વધે? કેમ સુખી થાય એવી એવી ઉચ્ચ ભાવનાથી અમે આનંદ પામીએ છીએ. આપ અમારી જામનગરની જ નહિ પરંતુ સમ
સ્ત જેનપ્રજાને વાત્સલ્યભાવથી જોશે એવી મારી નમ્ર વિનંતિ છે. (તાળીઓ) બાદ હારતોરા એનાયત થયા બાદ જનશાસનદેવની જય બોલાવી સભા વિસર્જન થઈ હતી. આ પ્રસંગે મહારાજા સાહેબે કેટલાક અમદાવાદીઓ તથા બીજા શેઠીઆઓ સાથે પીછાન કરી હતી. શેઠ સાહેબ એક પછી એક દરેક શેઠને ઓળખાવતા હતા. વળી તા. ૨૨-૩-૩૫ ના રોજ મહાન અષ્ટોત્તરી રાત્ર પ્રસંગે પણ મહારાજ સાહેબ દિવિજયસિંહજી સાહેબ બહાદુર પધાર્યા હતા, અને ધાર્મિક ક્રિયા તથા તેની વિષિ જોઈ ખુશી થયા હતા. શેઠ પોપટલાલભાઈ બને પ્રસંગે સારી રકમ નજરાણામાં મૂકી પગે લાગ્યા હતા અને આ પ્રસંગે રૂપીઆ દશ હજારની રકમ સાર્વજનિક પરંપરારાર્થે પિતા તરફથી સાર્વજનિ અસ્પતાલમાં ભેટ આપવાનું જાહેર કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com