________________
તેવી જ રીતે બધે તેનાથી પણ સમ્યાન એ આખા શાસનની જડ હેવાથી અધિક ઉદારતા કરીને આરાધવા જેવું છે. વસ્તુતાએ ઉજમણું કરનારાઓએ મહારાજા કુમારપાળ, વસ્તુપાળ તેજપાળ, સંગ્રામ સેની વિગેરે ભાગ્યશાળીઓએ કરેડે રૂપીઆ ખર્ચીને રૂનભંડાર મુદ્રણકળા નહતી તે વખતે લખાવીને પણ કર્યા છે, તે પછી વર્તમાન જમાનામાં મુદ્રણકળાનો લાભ ઉઠાવી મુદ્રિત કરવાધારાએ કે લખાવવાધારાએ એક એક જ્ઞાનભંડાર કરજ જોઈએ.
' જ્ઞાનના સાધને સારાં અને આદર કરવા લાયક
કરવાં વળી ભગવાનને બિરાજમાન કરવાને સ્થાને આગળ પાછળ તરીકે હજારોના ચંદરવા અને પુંઠીઓ કરાવવામાં આવ તે જ્ઞાનને માટે શા માટે તેવાં અત્યંત સુભિત અને અનુમોદના કરાવે તેવી ચાંદીના, કાચના કે ચંદન, પૂર વિગેરે લાકડાંના નાના કે મોટા કબાટો કરવામાં ન આવે? આપણે તપાસીશું તો માલમ પડશે કે ભગવાનની અગિી અને ઘરેણાં બનાવવાનો જેટલે ઉલ્લાસ
Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com