________________
૫૮
તપ અને
ઉજમણા કરનારને ઉપાશ્રય કરવાની ને
ઉદ્ધરવાની જરૂર ઉજમણું કરવાવાળાઓ જેવી રીતે ચંદરવાપુઠી નું કાંઈક અંશે ધ્યાન રાખે છે, તેવું તે લોકે ઉપાશ્રય જેવા ધર્મસ્થાનને માટે ધ્યાન રાખતા હોય એમ ઘણું જ ઓછું બને છે. ઉજમણવાળા તો શું પણ બીજા મંદિર વિગેરેને બંધાવનારા મહાનુભાવો સ્વતંત્ર આગવા મંદિર બંધાવવા તૈયાર થાય છે, પરંતુ તેઓનું પણ લક્ષ્ય ઉપાશ્રય તરફ તેવી રીતે હોય એમ લાગતું નથી, કેમકે એક એક શેઠીઆએ સ્વતંત્ર રીતે મંદિર બંધાવેલાં ઘણા ગામોમાં દેખીએ છીએ પણ એવી રીતે સ્વતંત્રપણે ઉપાશ્રયને બંધાવનારા કાઈકજ ગામમાં કોઈકજ ભાગ્યશાળીઓ નીકળતા જણાય છે. જો કે આ ઉપરથી દહેરાસર બંધાવવાનું કાર્ય ચઢતું નથી કે ઉતરતું છે એમ કહેવાની મતલબ નથી, પણ ઉપાશ્રય એ ધર્મનું જબરદસ્ત સ્થાન છે. ભાવસ્તવની પ્રવૃત્તિનું મુખ્ય થામજ ઉપાશ્રય છે, કેમકે ઉપાશ્રયમાં સામાયિક, પૌષધ,
પ્રતિક્રમણ વિગેરે જે ક્રિયાઓ શ્રાવકે નિત્ય કરે તે Shree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com