________________
૫૨૮
તપ અને
ફળ શાસ્ત્રકારો સ્થાન સ્થાન ઉપર જણાવે છે. ભગવાન સર્વ ની મૂર્તિને આટલે બધે પ્રભાવ હેવાથી સામાન્ય રીતે પણ સજજનોએ જિનેશ્વરોની મૂર્તિઓ ભરાવી તેની આરાધના કરવી જોઈએ તો પછી ઉજમણાને માટે ઉજમાળ થએલા ઉત્તમ પુરુષોએ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિઓ તપના પદની સંખ્યાના પ્રમાણમાં ભરાવવી જરૂરી જ હોય તેમાં આશ્ચર્ય જ શું ? ઉજમણામાં ચંદરવાપુંડીયા.
ઉજમણુને અંગે જે ચંદરવા વિગેરે ભરાવવામાં આવે છે તે રીતિ નવી નથી, કેમકે શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહ સરખા પહેલાનાં ગ્રંથોમાં ચંદ્રોદય આદિ ઉપકરણો દહેરાં વગેરે માટે જણાવવામાં આવેલાં છે, અને વસ્તુતાએ વિચારીએ તે જિનેશ્વર મહારાજની પાછળ ભામંડળ રહેતું જ હતું કે જે ભામંડળનું તેજ સૂર્ય કરતાં તે શું પણ બાર સૂર્ય કરતાં અધિક હતું. તો પછી સામાન્ય સોનારૂપાના કસબથી ભરેલા ચંદરવા
ભગવાનની પૂંઠે બાંધવાને માટે તૈયાર કરાય તે કોઈ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com