________________
ઉદ્યાપન
૪૩૫
મરણભય તે અવગુણ ને જન્મભય તે ગુણ
શાસ્ત્રકાર મહારાજાઓ પણ મરણને અંગે એજ જણાવે છે કે તે જ મહાત્મા જગતમાં જાહેજલાલીવાળો ગણાય કે જેણે મરણને ભય છોડેલો છે. સાધુમહાત્માએને અંગે મરણને ભય છોડવો એ જ્યારે ગુણ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેજ મહાપુરુષોને અંગે ગર્ભમાં રહેવું અને જન્મ લેવો એ કાર્યોને અંગે ભય રાખવો તે સાધુમહાત્માના ગુણ તરીકે લેખવામાં આવે છે. એટલે કે મરણને ભય એ કાયરતાની કઠી અને અધમતાની નિશાની છે, પણ જન્મ વિગેરથી ભય પામ તે ઉત્તમતાનું સ્થાન અને મહાત્માપણની મોજ છે. જન્માદિકના ભયનું બાહ્યપણું પણ કર્મના ભયનું
બાહ્યદષ્ટિએ આ જન્મના ભયને ટાળી જન્માદિક સર્વ દુઃખોથી મુક્ત થવાની વાત જણાવી, પણ તત્વદષ્ટિએ વિચારીએ તે આત્માના એકએક પ્રદેશ ઉપર કર્મરાજાના અનંત અનંત પરમાણુઓની ચકી બેઠેલી છે, અને માત્ર શરીર, વાચા, મન, શ્વાસોચ્છવાસ કે જીવન Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com