________________
૪૨૦
તપ અને
અંગે કરે છે, તેઓએ પણ વિચારવું જોઈએ કે તીર્થંકર મહારાજના આગમનની વધામણું લાવનાર મનુષ્યોને કરોડે સેનૈયા અને રૂપીઆ આપવામાં આવે, અથવા ભગવાન તીર્થકર સંવત્સરીદાન આપે, તે તેમાં શું અધિકરણ ગણુને પાપબંધ ગણવો? શાસ્ત્રકારો તો વધામણીના દાનને ભક્તિ તરીકે ગણાવે છે અને સંવત્સરીદાનને અનુકંપાનું અંગ ગણાવે છે. એવી રીતે સાધિકરણ, નિરાધિકરણની અપેક્ષાએ ભક્તિનું હાંડવાલાયકપણું ગણવા જતાં અનુકંપાદાન પણ છોડવું પડશે. અનુકંપાદાનમાં પણ સાવઘ કે સાધિકરણપણું
વિચારાય નહિ ? અનુકંપાને પાત્ર બનેલા પ્રાણીઓ તે અનુકંપાથી દીધેલા દાનને લઈને કોઈ યાજજીવન અધિકારણરહિતજ રહે, અગર અનુકંપાથી દીધેલી વસ્તુનો ઉપભોગ કરી પાપરહિતજ પ્રવૃત્તિ કરે એવો નિયમ નથી, કેમકે તે અનુકંપાને પાત્ર બનેલ છવ તે ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં પણ આવેલ નથી જેથી તે પાપના
કાર્ય કરતાં થકાં પણ તેને પાપ તરીકે માને. અર્થાત Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com