________________
૪૧૪
તપ અને
કરવાનું કારણ એ જ કે સમ્યગ્દષ્ટિની પ્રશંસા અને અનુમોદના કરતી વખતે માત્ર સમ્યગ્દષ્ટિપણાની પ્રાપ્તિ અને તેના પષણની દૃષ્ટિ હોય છે અને તેના અવિરતિપાદિના વિકારેને તે તે પ્રશંસા કરનાર અને પ્રશંસાનું પાત્ર બંને પણ ધિક્કારે છે, અને તેથી જે વસ્તુ તરફ ધિક્કાર છે તેના અનુમોદનાનો પ્રસંગ આવતાજ નથી, અને તેજ કારણથી અહીં અવિરતિની અનુમોદના લાગતી નથી પણ પાસસ્થાદિકને જે વંદન નમસ્કાર કરાય છે તે ગુરુપણું ધારીનેજ કરાય છે, અને પાસસ્થાદિકમાં ગુપણાને લાયકના ગુણેજ નહિ હોવાથી તે ધારણાવાળે માર્ગને ચૂકે છે એ સ્પષ્ટ છે, તેથી તે વંદના કરનાર અને કરાવનાર બંને તે હીનાચારપણાના અનુમોદક અને પોષક બને, અને તેથી પાપબંધ કરનારા થાય તેમાં આશ્ચર્યજ નથી. ગુણવાળાની ગુણની અનુમોદના કરતાં તેના
અવગુણની અનુમોદના આવી પડતી નથી.
આ વાતની અનુકૂળતાએજ આપણે શાસ્ત્રકારની દષ્ટિએ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણને પર
મેષપદમાં દાખલ કરી પંચપરમેષ્ઠીને માની શકીએ, Shree Sudharmaswami Gyanbhandarulsmararágyatnbhandar.com