________________
ઉઘાપન
૩૮૫
તે જરૂર છે, અને તેટલાજ માટે મહારાજા શ્રીપાળની આરાધના જણાવતાં આચાર્ય મહારાજા રત્નશેખર સૂરિજી વ્રત અને નિયમનું ધારણ જણાવવા સાથે મૂળ કે ઉત્તર ગુણ અથવા એ બન્ને પ્રકારની વિરતિને ધારણ કરવાવાળાની ભકિતધારાએ પણ શ્રીશ્રીપાળ મહારાજ ચારિત્રપદની આરાધના કરે છે એમ સ્પષ્ટ જણાવે છે. વિરતિના ભેદ અને પૂર્વાપરદેશના
જૈનશાસનમાં વિરતિ એટલે ચારિત્ર બે પ્રકારનાં છે, એક સર્વવિરતિ અને બીજી દેશવિરતિ. જિનેશ્વર મહારાજના ધર્મને સાંભળીને સમ્યકત્વ પામતી વખતે સર્વ જીવ હિંસાદિ જુઠ વગેરે સર્વ પાપોને પાપ તરીકે માનવાવાળા થવા સાથે તેના અત્યંત કટુક વિપાકને માનનારે હોઇ તે હિંસાદિ પાપને સર્વથા વર્જ લાયક માનનારે થાય છે, જે હિંસાદિ પાપને પાપ તરીકે માને નહિ અગર તેને સર્વથા વજેવા લાયક માને નહિ, તો આશ્રવ અને સંવરની સમ્યક્ પ્રતીતિ
થઈ છે અને તત્વપ્રીતિ જાગી છે એમ કહી શકાય Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com