________________
૬૮૪
(૫ અને
ભાવ થાય છે. આ સ્થાને એજ વિચાર કરવાને છે કે આવા ઉચ્ચ પ્રકારના વ્રતને ધારણ કરનારા જીનદાસને એક સંસ્કાર માત્રથી પચ્ચકખાણ વગરના અનુકરણરૂપે કરાતા ઉપવાસથી બળદ જેવી જાત ઉપર જે પ્રીતિ અને આદર થાય છે તે પ્રીતિ અને આદર જીનદાસ શેઠના આત્મામાં વિરતિવાળાને અંગે કેવી ભક્તિની રેલમછેલમ રહેલી છે તે સ્પષ્ટ જણાવે છે. સામાન્ય રીતે ચારિત્રમેહનીયના જોરથી આત્માને વિરતિનું જ્ઞાન, શ્રદ્ધા અને અભિરૂચિ થવાં મુશ્કેલ છે, પણ વિરતિના જ્ઞાન, ક્ષદ્ધા અને અભિરુચિવાળા થયા છતાં વિરતિવાળા અન્યજીવો ઉપર બહુમાન પૂજા અને ભક્તિભાવની દૃષ્ટિ થવી એ તો ઘણું મુશ્કેલી છે. સામાન્ય રીતિએ જે કહેવાય છે કે નિર્ગુણ મનુષ્ય ગુણ અને ગુણવંત મનુષ્યને ઓળખી શકે નહિ અને જેઓ ગુણને પામેલા હોય તેઓ અન્ય આત્મામાં રહેલા ગુણેને અને ગુણી આત્માને દેશનું સ્થાન બનાવે છે. અર્થાત ગુણપ્રાપ્તિ કરવી અને ગુણ તથા ગુણવંતના
બહુમાનવાળા થવું એ અસંભવિત નહિ તે દુ:સંભવિત Shree Sudharmaswami Gyanbhandarwmarærágyan bhandar.com