________________
૨૮
આવી. તરતજ શું કરવું તેને વિચાર કર્યો. મન મક્કમ કર્યું, અને તે જ ક્ષણે બીડીની બાધા લીધી. ઘણા જ વખતની પડેલી ટેવ તેથી છોડવી ૪-૮ દિવસ બહુજ આકરી તે લાગી, પરંતુ છોડી તે છોડી જ. આજ દિવસ સુધી તેઓ બીડીના વ્યસનની બધમ ગુલામીથી મુક્ત છે અને હવે તે એ બાબતમાં કંઈ શંકા જેવું હોયજ શાનું? બીડીના વ્યસનથી મુક્તિ મેળવવામાં તેઓશ્રી ખાસ કરીને આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજશ્રીના ઋણી છે. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજશ્રીના સમાગમથી શેઠના જીવનમાં અનેક સારા સારા પલટાઓ થયેલા છે. એ તેઓશ્રીના સમાગમ પહેલાંનું જીવન અને સમાગમ થયા બાદનું જીવન જોતાં સારી રીતે જાણ શકાય છે. સત્યંતિઃ ëિ જાતિ પુલામ ! સંતને સમગમ શું નથી કરી શકતા? પોપટલાલ શેઠ અને સાગરાનંદસૂરિજીનો સમાગમ અને તેમાંથી તેમનું ઉત્પન્ન થયેલું ઉચ્ચ કોટિનું ધાર્મિક જીવન સૌ કોઈને ધડ લેવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com