________________
ધ્યાપન
૨૨૭
નથી, અને તેથી તેમની પ્રતિમા બનાવવાનો સંભવજ નથી, તે પછી આ જણાવેલી સ્થિતિએ પ્રતિમાકારાએ મિની આરાધના બનેજ કેમ? આવી શંકા થાય તો તેના સમાધાનમાં સમજવાનું કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જન્મ પામે ત્યારથી વૃષભાદિક લાંછનવાળા હેય છે, અને તેથી તે તીર્થકર ભગવાનની મૂર્તિઓ વૃષભાદિક લાંછનવાળી હોય. અર્થાત જે મૂર્તિને વૃષભાદિક લાંછન હેય તે મૂર્તિ ભગવાન અરિહંતદેવની સમજવી, અને જે મૂર્તિ વીતરાગતાના ભાવને ધારણ કરવાવાળી છતાં વૃભાદિક ચિહ્નવાળી ન હોય તેને સિદ્ધભગવાનની મૂર્તિ સમજવી. ત્રિલોકનાથ તીર્થકરોની મૂતિઓ સમવસરણની અવસ્થાને ઉદ્દેશીને થતી નથી, કેમકે તેવી અવસ્થાને ઉદ્દેશીને જે અરિહંત ભગવાનની મૂર્તિઓ કરવામાં આવે તો તે અરિહંત ભગવાનની મૂર્તિઓ પર્યકાસન કે કાત્સર્ગ આસનની ન હોય, પણ સિંહાસન (ખુરસી ઉપર બેસવાના જેવા આસન) વાળા હૈય, તેમજ સમવસરણની વખતે તીર્થકર મહા
રાજાઓની યોગમુદ્રા હોવાથી તેમની મૂર્તિઓ પણ યોગShree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com