________________
ઉજ્ઞાપન
૧૫૬
તરીકે ગણવાનું નથી. પૂર્વધર મહારાજાઓના વખતમાં અનેક લેકેએ તે પ્રકીર્ણક તપે કરેલાં છે અને તે જ વખતમાં થએલાં પ્રાચીનતમ શાસ્ત્રોમાં તે પ્રકીર્ણક તપનું વિધાન છે, અને તે પ્રકીર્ણક તપોનું કરવું જ્યારે શાસ્ત્રકારોએ શ્રેમ અને મોક્ષ સાધક તરીકે ગણ્યું છે તો પછી વર્તમાનમાં કરાતાં અનેકવિધ તને પ્રકીક તપ તરીકે ગણવામાં શાસ્ત્રાનુસારી સુતને તો અડચણ આવજ નહિ. વાગવાન, હરિભદરિજીએ શ્રીપંચ કચ્છમાં પ્રકીર્ણક તો જણાવતાં આ મુજબ તપ જણાવેલાં છે.—૧ સર્વાગ સુંદર, ૨ નીરૂજ શિખર ૩ પરમભૂષણ. ૪ આપતિજનક, ૫ સૌભાગ્ય કપ. આવી રીતે પાંચ તપ સાક્ષાતપણે જે જણાવેલાં છે, તે તપના નામો જોતાં કઈપણ જૈનઆગમમાં જણાવેલા રત્નાવલિઆદિ તપોમાં આ તેના નામો જણાતાં નથી. જો કે રત્નાવલિઆદિ તપ પણ પ્રકીનું તપ જ કહેવાય, પણ તે રત્નાવલિઆદિ તપ જેનાગમમાં નિબદ્ધ થએલાં હોવાથી તેને પ્રકણક પની ગણતરીમાં ન લેતાં આ સવાંગસુંદરઆદિ તપસ્યાને જ
પ્રકીર્ણક તપ તરીકે ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandarwmarærágyan bhandar.com