________________
૧૪૪
તપ અને
છે. પાંચમાં અત્યંતર તપના ભેદ તરીકે જણાવવામાં આવેલું જે ધ્યાન છે તેમાં અશુભ એવા આર્ત, રૌદ્ર ધ્યાનને પ્રસંગ કરે કે મોક્ષના સાધનમૂત ધર્મ અને શુકલ ધ્યાનરૂપી શુભ ધ્યાનને પ્રસંગ ન કરે તો તેથી લાગતા કર્મોની શુદ્ધિ કરવા માટે પણ શાસ્ત્રકાર મહારાજ અનશનાદિક બાહ્ય તપને જ સાધન તરીકે જણાવે છે. અત્યંતર ભેદના છઠ્ઠા ભેદ તરીકે ગણાએલો વ્યુત્સર્ગ નામનો ભેદ પણ તેના યોગ્ય કાળે અનાવરણ અને અયોગ્ય કાળે આચરણથી લાગતાં કર્મોને અંગે શુદ્ધિ કરવાનું સફળ સાધન શાસ્ત્રકારો અનશનાદ બાહ્ય તપને જ જણાવે છે. આ બધી હકીકત ધ્યાનમાં લેતાં સૂક્ષ્મ દૃષ્ટિવાળા મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે અત્યંતર તપની મહત્તા છતાં પણ તેને ઉત્પાદ, ટકાવ અને વૃદ્ધિ એ ત્રણે અનશનાદિ છ પ્રકા. રના બાહ્ય તપ ઉપર આધાર રાખે છે. બાહા તપના અનશનભેદને અંગેજ તપસ્વિપણું
પૂર્વે જણાવ્યા પ્રમાણે મેક્ષના સાધન તરીકે શાસ્ત્ર કારોએ ફરમાવેલ અને નિકાચિતપણે બાંધેલા કર્મને Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com