________________
૧૪૦
તપ અને
ભગવતીજીવ, શ્રીઉત્તરાધ્યનસૂત્ર, શ્રીદશવૈકાલિકસૂત્ર, તથા શ્રીઉત્તરાધ્યન સૂત્રની નિર્યુક્તિ તથા શ્રી ઔપપાતિકસૂત્રમાં અનશન વિગેરે બારભેદે જણાવેલા છે, અને તેમાં પણ અનશનાદિ છ ભેદોને બાહ્ય તપ તરીકે જણાવેલા છે, અને પ્રાયશ્ચિત્તાદિ છ ભેદને અત્યંતર તપ તરીકે જણાવી અનશનાદિક તપની બાહ્ય દષ્ટિથી થતી આચરણા, બાહ્ય દૃષ્ટિએ તેનું થતું દર્શન અને કર્મક્ષય પ્રત્યે અનેકાંતપણું જણાવી તે અનશનાદિને બાહ્ય તપ તરીકે ગણાવ્યાં અને પ્રાયશ્ચિત્તાદિ છભેદને અંતરદૃષ્ટિવાળાએથીજ આદરવાપણું, અત્યંતરદષ્ટિવાળાને જ તેનો ખ્યાલ અને કર્મય કરવા પ્રત્યે તેનું એકાંતિકપણું જણાવી તે છ મેદાને અત્યંતર તપ તરીકે જણાવેલાં છે. તે વર્ણન ઉપલકદૃષ્ટિથી દેખનારો મનુષ્ય વાંચે અને તે ઉપલકદષ્ટિની અપેક્ષાએજ અનશનાદિ છ પ્રકારના તપને આચરવામાં અલ્પ આદરવાળો થાય, અને તેના બાહ્ય તપણાના નામે બહેકી જઈ માર્ગ ભૂલી જાય તો તેમાં અસંભવ નથી, પણ સૂક્ષ્મદષ્ટિવાળા પુરુષ તેવી સ્થિતિમાં કોઈ દિવસ પણ આવે નહિ, કેમકે પ્રથમ તો સૂક્ષ્મદષ્ટિવાળા
Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com