________________
૧૩.
શ્રીદિગવિજયસિંહજી સાહેબ બહાદુર પણ એમના પગલે ચાલી મીઠી નજર રાખે છે એ વિશેષ ખુશી થવા જેવું છે. શ્રીયુત શેઠ પોપટલાલભાઈએ બજાવેલી જેનકેમની સેવાને એક અભિનંદનીય પ્રસંગ
ઇ. સ. ૧૯૧૮માં જ્યારે જામનગરમાં ઇન્ફલુએન્ઝા નામને ઝેરી રોગ ફાટી નીકળ્યો તે વખતે જામનગરના સમસ્ત જૈનેને માટે વૈદ્ય ડાકટરોને રેકી દેશી તથા વિલાયતી મફત દવા તથા સારવાર શુશ્રુષા કરવામાં તથા રેગનિવારણમાં દ્રવ્યને સારો વ્યય કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકાને સેવાના અનુમોદન માટે સુવર્ણના પદક એનાયત કરવામાં આવ્યા હતા. સેવા માટે કહ્યું છે કે – बुद्धे फलं किं, कमलाफलं कि, नृजन्मवृक्षस्य परं फलं किं । उपाय सर्वस्वमजन्मनः किं, न किंचिदन्यद्द व्यपहाय सेवा ।।
ભાવાર્થ-બુદ્ધિનું ફળ શું? લક્ષ્મીનું ફળ શું ? મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું મહાન ફલ શું ? ફરી જન્મ ધારણ ન કરવો પડે એ એક માત્ર ઉપાય કર્યો? તે કહે છે કે સેવા વિના બીજો એકે ઉપાયજ નથી.
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com