________________
૧૦૮
તપ અને
અને અગમ્ય દુખોને ભેગવે છે. વળી દુનિયાદારીની દષ્ટિથી તપાસીએ તે હિંસા, જૂઠ વિગેરે અધમ કાર્યો કરવાને વખત પેટનો ખાડે પૂરવાને અંગેજ દેખાય છે. ઈદ્રિયની અપેક્ષાએ વિચારીએ તો શ્રોત્રાદિક પાંચે ઈદ્રિયોમાં રસનાઈદ્રિયને જીતવીજ મુશ્કેલ ગણવામાં આવી છે. શાસ્ત્રકારો પણ કહે છે કે અવાજ રસળા અર્થત પાંચે ઈદ્રિમાં રમનાઈદ્રિયનું જીતવું મુશ્કેલ છે, અને તે રસના ઈદ્રિયને પ્રચાર આહાર ઉપરજ આધાર રાખે છે. વળી હિંસા, જૂઠ વિગેરે પાંચ પ્રકારના આશ્રમમાં અબ્રહ્મ નામનો આશ્રવ કે જેને મૈથુન એટલે પશુક્રિયા કહેવામાં આવે છે, તેને રોધ કરી બ્રહચર્ય આદરવું એ ઘણું મુશ્કેલ છે, પણ તે રસના ઈલિયનું જિતવું મુશ્કેલ તેઓને જ છે કે જેઓ અનશનાદિક તપસ્યામાં પરિપૂર્ણ થએલા નથી, કેમકે જે મનુષ્ય અનશનાદિ ક્રિયામાં પરિપૂર્ણ થએલા હોય છે, અને શાક્તિને અનુસાર તપ તપવામાં તલાલીન હોય છે, તેઓને સરસ કે નીરસ, મિષ્ટ કે કટુ. સુગંધ કે દુર્ગધ,
લુખ્યા કે ચેપડ્યા પદાર્થના ભક્ષણમાં રાગ કે દ્વેષ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com