________________
તપ અને
તેના કાર્યરૂપ નિર્જરને ઉપચાર કરે તે ત્રણ ગુપ્તિરૂપ સંવર એટલે સંજમને કમનો ક્ષય કરનાર તરીકે પણ માનવામાં અડચણ આવે તેમ નથી, અને આવી જ રીતે પ્રત્યાખ્યાનનિયુક્તિમાં પણ એમ જણાવે છે કે પ્રત્યાખ્યાન કરવાથી તૃષ્ણનો વિચ્છેદ થાય, તૃષ્ણા વિચ્છેદથી અનુપમ શાંતિ થાય અને અનુપમ શાંતિથી અપૂર્વ નિજર થઈ નવાં અપૂર્વ પ્રત્યાખ્યાનને પામે છે. એ વિવેચનથી પણ માની શકીએ કે પ્રત્યા
ખ્યાનરૂપ જે સંવર થાય તે નિર્જરાનું કારણ બને છે, તેથી સંયમરૂપ સંવરમાં નિજરને ઉપચાર કરીને ઉપર જણાવ્યા પ્રમાણે સંવરને કર્મયનું કારણ માનવામાં કાઈ પણ શાસ્ત્રાનુસારીને અડચણ આવે નહિ. જો કે ઉપર જણાવ્યા પ્રમાણે સંયમને (ચારિત્રને નિર્જરાના સાધન તરીકે ગણવામાં વિરોધ નથી પણ તે ગણવું ઉપચારની દૃષ્ટિએ જ છે, પણ તત્વદષ્ટિએ તેમ ગણવાનું નથી, અને તેથી જ શાસ્ત્રકારોએ સંયમ (ચારિત્ર)ને સંવરના ભેદમાં ગણવેલ છે, અને નિર્જરાના ભેદમાં તે ફક્ત બાર પ્રકારની તપસ્યાજ ગણવેલી છે. આ સર્વ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com