________________
ઉથાપન
૧૧
સમ્યજ્ઞાનને જુદા કાળે કે સમયે થએલા માની શકાય જ નહિ. તત્વથી મિથ્યાદર્શનમોહનીચના ઉદયથીજ મિથ્યાન હતું અને તે જ મિયાત્વે જીવના જ્ઞાનસ્વભાવને પણ બગાડીને અજ્ઞાન સ્વભાવે કરી દીધેલ હતો. લાલ કાચના ફાનસમાં રાખેલે દીવો જેમ પિતાની બધી બહારની જયોતને લાલ કરી નાખે છે. તેમ મિથ્યાદર્શનના પટલથી આચ્છાદિત થએલા આત્મામાં રહેલું જ્ઞાન તે અજ્ઞાનરૂપે ઝળકે છે, પણ કેઈપણ ઇતર રંગના ફાનસમાંથી બહાર કઢાએલે દીવો પિતાના સ્વભાવમાં જ ઝળકે છે તેવી રીતે મિથ્યાદર્શનપટલના અભાવે આત્માને થયેલું સ્વાભાવિક જ્ઞાન તે યથાસ્થિત જ્ઞાન એટલે સન્મજ્ઞાન રૂપે ઝળકે છે, એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે યુગપતજ છે અને તેથી જ સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની માનવાનો કે જ્ઞાનીને મિથ્યાદીની માનવાને શાસ્ત્રકાર નિષેધ જ કરે છે. ચારિત્ર ને તપની સંવરનિજર માટે જરૂર
આવી રીતે પ્રાપ્ત થએલાં સમ્યગ્દર્શન અને સમ
જ્ઞાન તે માત્ર નિશ્રયકારક અને પ્રકાશક હોવાથી મોક્ષShree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com