________________
૪૪ - સુવાસ: જૂન ૧૯૪૨ રત્નાવલી,” “પ્રિયદશિકા,” અને નાગાનન્દ” જેવા ત્રણ સુન્દર નાટય–ગ્રન્થ ભારતમાં ભારે પ્રસિદ્ધિ પામેલા જૂના નાટયગ્રન્થ છે.
ઇસ્વીસનની સાતમી સદીના ભારતના નાટ્યસાહિત્યમાં ઉચ્ચ શ્રેણીના નાટયકાર તથા કવિ તરીકે ભવભૂતિનું નામ સર્વત્ર પ્રસિધ્ધ છે. કાજના મહારાજા યશોવર્માને તે રાજકવિ હતો. ભલભલા પાષાણુ હદયના માનવીઓને પણ રડાવી નાખે એવાં કરુણરસભર્યા નાટક ભવભૂતિએ રચ્યાં છે, જેમાં “ઉત્તર રામચરિત,” “માલતી માધવ,” અને “હનુમાન” જેવી કરુણરસભરી નાટયકૃતિઓ મુખ્ય છે. ભવભૂતિનાં નાટકે પત્થરને પણ રુદન કરાવે તેવાં છે.
“મુદ્રારાક્ષસ' જેવી સર્વ શ્રેષ્ઠ નાટયકૃતિનો કર્તા વિશાખદત્ત ઇશુની આડમી સદીમાં કાજપતિ અવન્તીવમનના સમયમાં કાજમાં થઈ ગયે. મૈયે સમ્રાટ ચંદ્રગુપ્ત તથા ચાણકયે નન્દને કેવી કુનેહથી મહાત કર્યો, તેનું રસમય વર્ણન આલેખતું “મુદ્રારાક્ષસ” નામનું સુન્દર સંસ્કૃત નાટક નાટયકાર વિશાખદત્ત કનોજ પતિ અવતીવમનના આશ્રય હેઠળ રહીને કનોજમાં રચેલું. તે ઉપરાંત, “નાટયદર્પણ” માં જળવાઈ રહેલાં અવતરણે પરથી જણાય છે કે વિશાખદત્તે “દેવીચન્દ્રગુપ્ત' નામે બીજું માંચક નાટક પણ લખ્યું હતું.
ગૂર્જરનરેશ કર્ણદેવ તથા સિદ્ધરાજના સમયમાં પણ નાટયકલા જીવંત હતી. કાશ્મીરને પ્રસિદ્ધ કવિરાજ બિલ્હણ કોઈ કામ પ્રસંગે ગૂર્જરનરેશ કણ દેવના સમયમાં ઇ. સ. ૧૯૮૨માં ગુજરાતના પ્રવાસે આવેલે, ત્યારે કર્ણદેવ તથા મિનળદેવી વચ્ચે કેવી રીતે અને કેવા સંગમાં પ્રેમ ઉત્પન્ન થયે–એ અદ્ભુત પ્રેમ પ્રસંગેને ગૂંથી લઈને તેણે “કર્ણસુંદરી " નામક એક સુન્દર સંસ્કૃત નાટિકા રચેલી. મહાઅમાત્ય સંપકરની સુચનાથી એ નાટિકા અણહિલપુરમાં આદિનાથની યાત્રાના મહત્સવમાં અનેક નટ નટીઓ દ્વારા ભજવાયેલી.
બારમી સદીમાં શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યના શિષ્ય રામચન્દ્રની “નલવિલાસ આદિ નાટયકૃતિઓ ધ્યાન ખેંચે છે. એ સદીના અંત ભાગમાં ગૂર્જરભૂમિમાં કવિ પ્રહલાદનદેવ નામને યશસ્વી કવિ તથા નાટયકાર થઈ ગયો. તે આભૂપતિ ધારાવર્ષ દેવને ભાઈ થ ને અણહિલપુરમાં સામંતપદે વિરાજતા હતા. પ્રહલાદને “પાથ પરાક્રમ વ્યાયેગ” નામક સુંદર નાટક લખેલું.
તેરમી સદીમાં યશપાલમંત્રીનું “મહારાજ પરાજય' નાટક ધ્યાન ખેંચે છે. તે પછી મુસ્લિમ આક્રમણથી ભારતમાં ચારે બાજુ પ્રગટી નીકળેલી અશાંતિએ છેક વેદકાળમાં ઉદય પામેલી ભારતીય નાટયકલાને પણ છિન્નભિન્ન કરી નાંખી છે.
આવરણ
ભારદ્વાજ
: પૃથ્વી: થવા પ્રગટ તું ચહે? મનથી દશ હું ઝંખતે તવાકૃતિ તણું પ્રિયે!–પણ સુયે : કાં આપણે થઈ નવ શકે જ આવરણ કણ આચ્છાદતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com