________________
વીકટર ઇમેન્યુઅલ * ૪૪૯
પરંતુ ચાર્લ્સ આલ્બર્ટ તેા ગાદીએ આવતાં પહેલાંજ આસ્ટ્રિયન શહેનશાહને ઇટાલિયન પ્રજાની આઝાદીની તમન્નાને દાખી દેવાનું વચન આપી ચૂકયા હતા. એ વચન આપ્યા વિના તે માટે ગાદીપતિ બનવું સંભવિત પણ નહેતું. પરિણામે તેની સ્થિતિ કઢંગી બની ગઈ, અંતરની ઇચ્છા ન છતાં, ગાદીને ખાતર તેને પ્રજાતંત્રવાદીઓ સામે ઉગ્ર બનવું પડયું. મેઝીનીને તેણે દેશનિકાલની અને પછી તે પોતાની હદમાં પ્રવેશે તે દેહાંતની સજા ફરમાવી.
આ અરસામાં સ્ટ્રિયામાં બળવા થયા અને લેાખંડી આસ્ટ્રિયન શહેનશાહ કર્યાંનાન્ડને ગાદી તજવી પડી. આ તકના લાભ લઈ આસ્ટ્રિયન આધિપત્ય નીચેની ટાલિયન પ્રજાએ આઝાદીની ચેષણા જગવી અને પેાતાના એ પવિત્ર કાર્યમાં તેમણે ઇટલીના જુદા જુદા રાજાઓની મદદ માગી. ચાર્લ્સ આલ્બર્ટ પેાતાના અંતરાત્માને અનુસરી તરતજ તે પ્રજાની મદદે આવ્યેા. તેણે ઇટાલિયન પ્રજાની ભાવનાને ઝીલી લીધી; ક્રાન્તિકારીઓના ત્રિરંગી (લાલ, લોલા, સફેદ ) ધ્વજને પોતાને બનાવ્યા. પણ આસ્ટ્રિયા સામેના આ યુદ્ધમાં તે એ વખત હારી ગયા અને છેવટે તેણે યુદ્ધભૂમિ પરજ, પેાતાના પુત્ર અને પ્રજાના હિતને ખાતર, ભગ્ન હૃદયે, રાજકર્તા તરીકે રાજીનામું આપ્યું.
તેની પછી તેના પુત્ર વીટર મેન્યુઅલ ખીજાને માથે સેવાયને મુગટ મુકાયા (૧૮૪૯), જે તે પ્રજાપક્ષ અને ત્રિરંગી ધ્વજને તજી દે તા તેને અનેક રીતે લાભ કરી આપવાની આસ્ટ્રિયન સેનાપતિએ તત્પરતા બતાવી, પણ તેણે પિતાના પવિત્ર કાર્યને તજવાની ચેકખી ના સુણાવી, અને પરાજયની કડક અને કડવી શરતા સ્વીકારી લીધી. તે જ દિવસે ઇટાલિયન પ્રજાનાં હૃદય–સિહાસને સેવાયના રાજવંશે અમર સ્થાન મેળવ્યું.
આ સમયે ઇટલીના જુદા જુદા પ્રાન્તામાં બળવા ચાલુજ હતા, અને રામની પ્રજા પેરૂષને નસાડી મૂકી પ્રજાતંત્ર સ્થાપવામાં સફળ પણ નીવડેલી. મેઝીની રામના શાસકપદે આવેલે તે ગેરીખાડી સરખેા તેજસ્વી વીર તે પ્રદેશનું રક્ષણ કરતા હતા. પણ પેાપે ફ્રાન્સ, આસ્ટ્રિયા, સ્પેન ને ઇટલીના જુદા જુદા રાજાઓની મદદ સાથે રામ પર ભયંકર આક્રમણ કર્યું ને શત્રુપક્ષના પીઢ રાજનીતિજ્ઞાના કાવાદાવાથી રામન પ્રાસત્તાક તૂટી પડયું. ફ્રેન્ચ સેનાના રક્ષણ નીચે પાપને કરી રામના નૃપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા. મેઝીની અને ગેરીખાડીને નાસી જવું પડયું. આ જ રીતે ઇટલીના ખીન્ન પ્રાન્તામાં પશુ બળવા ક્ષણિક વિજયી નીવડી અંતમાં નિષ્ફળ ગયા.
પણ સેવાયમાં ઇટલીનું ભાગ્ય ખીલી રહ્યું હતું. વીકટર મેન્યુઅલે પેાતાના મહામંત્રી તરીકે ચૂંટેલા કાવુર પ્રજાપ્રિય પુરુષવર, કુશળ રાજનીતિજ્ઞ અને અડગ વીર હતા. તેણે ક્રીમિયન વિગ્રહમાં રશિયા સામે તૂર્કી-ઇંગ્લાંડ-ફ્રાંસને મદદ કરીને અને ઇંગ્લાંડ-ફ્રાંસના સ્વાતંત્ર્યપ્રેમી વર્ગમાં ઇટલીના દાવાને પ્રચાર કરીને તે રાષ્ટ્રોમાં પેાતાના પક્ષ જમાવ્યેા.
આ પછી રીકટર ઇમેન્યુઅલ અને કાવુરે સમસ્ત ઇટલીને સ્વતંત્ર બનાવવાની પેાતાની મહેચ્છા જાહેર કરી. ઇટલીદ્વારા આસ્ટ્રિયાને દબાવવા માગતા ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન ત્રીજાએ આ કાર્યમાં તેને શરૂઆતમાં તે પૂરતી મદદ આપી, પરંતુ અસ્થિર મનના એ સમ્રાટે અધવચમાંજ આસ્ટ્રિયા સાથે સંધિ કરી લીધી અને વીટર પ્રુમેન્યુઅલને કેટલાક પ્રાન્તા અપાવ્યાના બદલામાં તેણે તેના પાસેથી સેવાય તે નાઈસ લઈ લીધાં.
આમ છતાં વીટર ઇમેન્યુઅલે ઇટલીને સંયુક્ત અને સ્વતંત્ર બનાવવાની પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com