________________
૩૦૨ - સુવાસ: કાર્તિક ૧૯૯૬ સરસ્વતીમંદિરથી, મહાલયથી મઢી લે; ભારતની લૂંટાયલ સંપત્તિ જે પાછી લઈ આવે; જેના શાસનમાં નિર્દોષ એવું ક્ષુદ્ર પ્રાણી પણ જરીકે ઈજા ન અનુભવે, દુષ્ટ કે દેષિત એવો રાજપુરુષ પણ સજા પામ્યા વિના ન રહે; અમે જેને કહીએ, “ઓ વીર ! અમને વિજય અને કીર્તિને માર્ગ દેર.”
–ને એ મહાવીરને ન સંવત્સર સ્થાપી અમે પ્રતિ નવલ વર્ષે એનાં હૈયાનાં તેજથી, ઉલ્લાસથી મંગલપૂજન કરીશું.
અજાણ્યાં !
નતમ
નજાને એવા કયા સબબ સર ઉંચાં મન થયાં, અજાયે જાયે કાં રિવહન આઘાં વહી ગયાં! ઢળે સંધ્યા છાયા, ઉભય પડછાયા સમ અહીં મળી જાતાં આજે વિજન, અણધાર્યા, પથ મહીં! ઉભાં એકાકીશાં ઉભય, રજની ગાઢ ઉતરે, મનીષા બંનેની નીંદરતી પડી શાંત હદયેકુદી પેલી અંતે નીંદર–ઠળતા કલાત શિશુશી. ગયું બૂઝાઈ આ ટમટમ થતું કેડિયું વળી! તમે ઘેરી લીધું સદન મમ સૂનું, વિરમિયાં બધાં ગીતે, સૂર, અનુરણણ મંજુલ શમિયાં, “અજાણ્યાં પંથીઓ ! કંઈ નવ હજુ સાંભળ્યું તમે? ગયાં છે સૂકાઈ ઝરણ, કલગાને નવ ઝમે!” છુપાયું માળે કે ખગ લાવી રહ્યું દીન વદને, છવાઈ આકાશે ગમગીની, ઉભાં આપણ તળે! અને તાકી રેતાં નયન-નયને મૂક સમજે ન કરવાનું કાંઈ અધિક રહ્યું બાકી, ઉભયને !x
*સૂચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com