________________
સર્વસિદ્ધિ ત્રયોદશી - ૧૫૯ ઘેર આવીને હરેન વિચાર કરવા લાગ્યાઃ “શું પ્રમથ તેના લેખ ત્રયોદશીને દિને રવાના કરે છે માટે પાછા નહિ આવતા હોય? ત્યારે ખરેખર એ તિથિમાં કાંઈ રહસ્ય હશે? ત્યારે પોતે પણ તેની ખાત્રી કરવા માટે પોતાનો લેખ એકવાર ત્રયોદશીએ રવાના કરે તે ?” પરંતુ બીજી જ ક્ષણે તે મન સાથે બોલી ઊઠડ્યોઃ “તેમ ન થાય. એતો વહેમ. કુસંસ્કાર ! કુસંસ્કાર !'
કેટલાક દિવસ સુધી એ બંને વિરોધી વિચારોમાં તેનું મન ઝોલાવા લાગ્યું; પરંતુ માસિકમાં વાર્તા છપાવવાને નશે તેના પર કાબૂ જમાવી બેઠા હતા. તે મન સાથે વિચાર કરવા લાગ્યો કે, “પોતે તે તિથિ-નક્ષત્રમાં ખરેખર માનતો જ નથી. પરંતુ એકવાર પરીક્ષા તો કરી જુએ ! એમાં દેષ શું ?' આ રીતે છેવટે સર્વસિદ્ધિ ત્રયોદશીનો જ જય થયો. જાણવા પ્રમાણે હરેને પહેલીજવાર પંચાંગ ખેલી તિથિ જે, એક આનાની પિષ્ટ-ટિકિટ સાથે પિતાની લખેલી નૂતન વાર્તા એક પ્રખ્યાત માસિકના તંત્રી તરફ રવાના કરી દીધી.
- સાધારણ રીતે વાત પાછી આવવાને સમય પસાર થઈ ગયો, પરંતુ વાર્તા આ વખતે પાછી આવી નહિ. હરેનબાબુના મનમાં આશાનો સંચાર થવા લાગ્યું. હરેને માન્યું કે, પોતાની વાર્તાને આ વખતે સ્વીકાર થયો છે. ખરેખર ત્રયોદશીમાં સિદ્ધિદાનની શક્તિ છે. પરંતુ આનંદદાયક સમાચાર ન આવે ત્યાં સુધી નિશ્ચિત થવાય નહિ. દરરોજ મથાજો તે પોષ્ટમેનની પ્રક્ષાક્ષા કરતા બેસતા. એ પ્રમાણે બે માસ વીતી ગયા. હવે તે સંપાદક તરફ ઉઘરાણી કરવાનો વિચાર કરતા હતા. પરંતુ એક દિવસ વધારે રાહ જોઈને લખીશ” એમ વિચાર કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા. એક દિવસ એકાએક એક પોલીસ કર્મચારી હરેનબાબુ પાસે આવ્યો. તે હરેનબાબુને વૈરંટ દેખાડી પકડીને થાણામાં બચી ગયો ને ત્યાંથી કચેરીમાં લઈ ગયો.
કચેરીમાં ગયા પછી હરેનબાબુએ જાણ્યું કે, એક યુવકે કેટલાક દિવસ પહેલાં આત્મ‘ હત્યા કરી હતી. એ સંબંધે તપાસ કરતાં તે યુવકના ઘરમાંથી હરેનબાબુએ લખેલે પત્ર મળી આવ્યો હતો. હરેન આ વાત જાણતાં જ બોલી ઊઠયો કે, “આ પણ એક જાતની ડીટેકટીવ વાર્તા છે કે શું?'
નિર્દિષ્ટ તારીખે મુકદ્દમાની શરુઆત થઈ. હરેનને કેર્ટમાં લઈ જઈ આરોપીના પાંજરામાં ઊભો કરવામાં આવ્યો. સર્વથી પહેલાં શપથ આપવામાં આવ્યા. પછી ન્યાયાધીશે હરેનનું નામઠામ વગેરે પૂછયા બાદ પ્રશ્ન કર્યો. “તમે મણિમય શૈય નામના કોઈ યુવકને ઓળખો છો?”
હરેન બોલ્યોઃ “ના છે.” ન્યાયાધીશ-જે યુવકે પલાશપુરમાં આત્મહત્યા કરી છે તેને તમે ઓળખતા ન હતા ? હરેન –ના, જી.
ન્યાયાધીશે તુરત એક પત્ર બતાવી હરેનને પૂછ્યું: “જુઓ આ લખાણ આપના હાથે લખાયું છે કે નહિ ? ”
હરેન પત્ર દેખી રચંભિત થઈ ગયો. તે તેણે છેલ્લીવાર લખેલી ટૂંકી વાર્તા છપાવવા મોકલી હતી અને જે પાછી નહિ આવવાથી તે એમ માનતા હતા કે, માસિકના સંપાદકે તે સ્વીકારી છે, તેનું એક પુછ હતું. તેમાં એક જગ્યાએ લખેલું હતું–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com