________________
૧૮૮ મુવાસ ! શ્રાવથ ૧૯૯૫
યંત્રને ઉપયોગ અલબત્ત શ્રમની વહેંચણીને પરિણામે ખૂબ જ વ્યાપક બને છે પણું યંત્રની વ્યાપકતા સાથે માનવીના શ્રમની જરૂર ઓછી થતી જાય છે જેથી યંત્ર પોતે જ માનવીનું સ્થાન લેતું જાય છે અને માનવી કામ વિનાનો બેકાર રખડે છે. જ્યાં હજારો મજૂરોની જરૂર પડતી ત્યાં આજે યંત્ર એક ચાવી ચલાવનારથી હજજારો મજૂરોનું કામ કરે છે. આખા જગતભરમાં માનવીના આર્થિક જીવનને બેકારીને પ્રશ્ન આજે ગૂંગળાવી રહ્યો છે અને એ પ્રશ્ન માટે શ્રમની–વહેંચણું ઓછી જોખમદાર નથી.
શ્રમની વહેંચણને સિદ્ધાંત તરીકે તેમજ ઉત્પાદનને તે જે વેગ આપે છે તે દષ્ટિએ " અવગણી શકાય કે વખોડી શકાય નહિ પણ મૂડીદારના કાબૂમાં એ સિદ્ધાન્ત મજૂરાના શેષણ અર્થે વપરાય છે તેટલા પૂરતી એ પ્રથા ભયંકર છે. આ સિદ્ધાંતને ઉપયોગ, માનવ જાતનું આર્થિક હિત સધાય અને માનવીનું આર્થિક કલ્યાણ થાય તે રીતે કરવામાં આવે તો તે ખરેખર આશિર્વાદરૂપ છે.
ઉપર જોયેલા શ્રમની વહેંચણીના બે પ્રકાર-સાદી અને સંયુક્ત–ઉપરાંત ત્રીજા પ્રકાર ભૌગોલિક શ્રમની વહેંચણીને છે. આ પ્રકાર સાદી શ્રમની વ્હેચણીનું વિશાળ સ્વરૂપ છે. પ્રત્યેક દેશની પ્રાકૃતિક સંપત્તિ પ્રમાણે જુદા જુદા પ્રકારનું ઉત્પાદન થાય અને તે પ્રમાણે, પરસ્પર રાષ્ટ્ર આંતરરાષ્ટ્રિય વ્યાપારથી રાષ્ટ્રની બધી જરૂરિયાત પૂરી કરી દે. વિનિમયના સાધનેને પરિણામે આ પ્રકારની ભૌગોલિક શ્રમની વહેંચણી શકય બને છે અને તે શક્ય બનતાં આંતરરાષ્ટ્રિય વ્યાપારનો અને આંતરરાષ્ટ્રિય વ્યવહારને જન્મ થાય છે. જેમકે કૃષિપ્રાધાન્ય દેશ ખેતીનું જ ઉત્પાદન કરે, ઉદ્યોગપ્રાધાન્ય દેશ યાંત્રિક ઉત્પાદન જ કરે, પ્રત્યેક દેશ પિતાની પ્રાકૃતિક અનુકૂળતા પ્રમાણે ઉત્પાદન કરે. આ પ્રકારને પરિણામે જગતનું આર્થિક જીવન વધારે સુગમ અને સરળ બને છે. માનવીની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી પડે છે. સદામિની
મહેન્દ્રકુમાર દેસાઈ (રાગ તિસંગ–વિતાલ]
માં મંદ મલકે માનિની, ઉલ્લસતી મધુ સ્કુરતી નંદિત, દેર દમામથી મોહિની દામિની
મંદ મંદ મલકે માનિની. પ્રણયશિખ સેહત મેહતિમિરે, કૃષ્ણ–મેઘ મહીં વીજ સેહિની, પરમાનંદે નાચે ચતુરા, પુલકિત કાજળકાય યામિની,
મંદ મંદ મલકે માનિની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com