________________
૧૮૦ સુવાસ : શ્રાવણ ૧૯૯૫ - દક્ષિણ-આફ્રિકાની ગોરી સરકારે એશિયાવાસિઓ સામેની પિતાની નીતિમાંથી જાપાન અને સિરિયાને જુદાં તારવ્યાં છે, કેમકે એક બળવાન છે, બીજું પાકેલું
ગયું છે. પરિણામે એ બંનેને રંગીન પ્રજા પ્રત્યેની પિતાની વિશેષ જવાબદારી કરી નથી જણાતી. જે ચીનને હિંદ યુગોથી પોતાનું મિત્ર ગણતું આવ્યું છે એ ચીન ગોરાઓને ચરણે પડે છે કે “અમને એશિયાવાસી ન ગણો.” હિંદીઓ ત્યાંની કચરાઈ ગયેલી મૂળ પ્રજા સાથે એક બનવાને બદલે પિતાની લાગવગને ઉપયોગ કરી ગોરાઓ સાથે સમાધાન વાંચો છે. કેઈને વિચારવાનો અવકાશ નથી કે ગોરી પ્રજાને મન રંગીની પવિત્ર ભૂમિ એટલે શિકારનું મેદાન, જંગલો કે સંસ્થાને વસાવવાનું સ્થળ, વેપારી ચૌટું કે લૂંટ ચલાવવાની કે અત્યાચાર ગુજારવાની બજારે છે. એની સાથેનું સમાધાન એ મિત્રતાના કરાર નથી પણ ભીખને ટુકડે છે. એવા ટુકડાઓથી પ્રજાનાં સત્ત્વ, સાહસ ને તનમના ચૂસાઈ જાય છે; એ સ્વાર્થ જુએ છે, સ્વમાન નથી જોઈ શકતી. પરિણામે સમાન પ્રજાઓ પર ગુજરેલા કે ગુજરતા ગમે તેવા અત્યાચારોથી એને કમકમાટી નથી ઉપજતી.
કેાઈ કમભાગી પળે ગોરા સાહસિકોના મનમાં નવનવા દેશ શોધી કાઢવાને તલસાટ જો અને તે જ દિવસથી પોતપોતાના પ્રદેશોમાં સુખે વસતી રંગીન પ્રજાઓના ગળે ગોરાઓના સ્વાર્થની છૂરી આવી લટકી. આ માટે સાહસિકને દોષ ન દેવાય. મહાન પુરુ
ની મહેનત કે મહત્તાને ઉપયોગ હંમેશાં દુષ્ટોને હાથે હળાહળ સ્વાર્થમાં જ થાય છે. પણ ઉછળતા સાહસિકે ને એ ખૂબ મોડું સમજાય છે. આફ્રિકાના અનેક પ્રદેશને સંશોધક હર્બટ ડે ત્યાંની પ્રજા પર ગુજરતા અત્યાચારો સાંભળી દુઃખથી ઘેલો બની ગયેલ, પિતાના એ શ્રમ પર તેણે આંસુ સાર્યા. આફ્રિકાની પ્રજા પર ગુજરતા અત્યાચારના કરુણ
સ્મારકરૂપે તેણે દાનની આંખમાંથી પણ આંસુ સારે એવી એક પ્રતિમા ઊભી કરી છે. કન્ય કેગના સંશોધક અને એ પ્રદેશની પ્રજા સાથે મીઠાશ કેળવી કાન્સને તે પ્રદેશ અપાવનાર ડો. બાઝાએ જ્યારે એ દેશની નિર્દોષ પ્રજાનાં લેહી વહેતાં જયાં ત્યારે તેનું હૈયું ફાટી ગયેલું.
અમેરિકા શોધાયું, ઓસ્ટ્રેલિયા શોધાયું, બીજા અનેક ટાપુઓ શોધાયા. આજે ત્યાં ગારી પ્રજા મહાલી રહી છે. પણ ત્યાંની મૂળ પ્રજાઓ ક્યાં છે? – તેમની સ્થિતિ શું છે? ગોરાઓ પાસેથી જગતને તે એટલું જ જાણવા મળ્યું છે કે તે તે પ્રદેશોમાં છુટીછવાઈ માણસખાઉ પ્રજાઓ વસતી હતી અને તે ધીમેધીમે લુપ્ત થઈ ગઈ છે. એમ તે જગતની પ્રાચીનમાં પ્રાચીન મહાન હિંદી પ્રજા વિષે પણ પરદેશોમાં કહેવાય છે કે અહીંના લોકો કાચું માંસ ખાય છે અને જ્યારે હિંદ અંગ્રેજોને હસ્તક ૫ડયું ત્યારે તેની વસતી દશ કરોડની હતી. [ બિચારાઓને લાગ્યું હશે કે એથી ઓછો આંકડો તો ગાંડાઓની ઈસ્પીતાલ સિવાય બીજે ક્યાંય માન્ય નહિ થાય.] ચીન આજે અફીણ ગણાય છે. પણ એને અફીણી બનાવ્યું કેણે ત્રણેક મહિના પર સાંઘાઈના એક પ્રતિષ્ઠિત ચીની પત્રમાં પ્રગટ થયેલ સમાચાર જે બેટા ઠેરવવામાં ન આવે તે એમ માનવું રહે છે કે, “હિંદમાં અફીણનું ઉત્પાદન વધારી ચીનને નબળું બનાવવાને ને તેનું નાણું ખેંચી લેવાને ત્યાં યુક્તિથી છેલ્લા બે સૈકામાં અફીણને પ્રચાર વધારવામાં આવ્યો છે. ત્યાંનાં ખ્રિસ્તિ દેવળામાં વ્યભિચારના અખાડા ચાલે છે અને અનેક પ્રકારની લાલચેથી સેંકડો ચીનાઓને તેમનું સ્વત્વ હણવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com