________________
રાણ જંગબહાદુર - ૧૭૭ કે જેમાંથી તેની સ્ત્રી તેને માફી બક્ષે તે જ થેડીક છૂટછાટ મળી શકે. કેટલાક સૈનિકે એ કંઈક ચોરી કરતાં તેણે તેમને લાંબી સખત કેદમાં ધકેલી દીધા. કરછ કે બિહારમાંથી આવેલા થોડાક લોકોને નેપાળમાં કંઈ સ્થાન નહોતું. તેઓ કેચેમોચે કહેવાતા ને અંત્યજ લેખાતા. જંગે તેમને દરબારમાં હેરી પોતે જ તેમના હાથે પાણી પીધું ને નેપાળમાંથી એ જ પળે અસ્પૃશ્યતા દૂર થઈ એક સ્ત્રીએ ઘરમાં ધસી આવેલા એક વાઘ સામે ટક્કર ઝીલેલી તેને તેણે સુંદર ઈનામ આપ્યું. એક બુદ્ધ મંદિરની કેટલીક જાગીરો રાધે જપ્ત કરેલી પણ તેના દાનનું તામ્રપત્ર મળી આવતાં તેણે તે તરત જ પાછી સંપાવી. તેરાઈમાં થતી કેટલીક ચેરીઓની પાછળ ત્યાંના સૂબેદારને હાથ જણાતાં તેણે તેને સખત કેદમાં હડસેલી મૂક્યો. બાંકીના નાયબ સૂબાએ પોતાના પ્રદેશમાં સુંદર વ્યવસ્થા જાળવતાં તેને તેણે તરત જ ઊંચે દરજજે ચડાવ્યો. આમ દેષિતને શિક્ષા ને ગુણવાનને યોગ્ય ઇનામ દ્વારા તેણે અંધાધૂંધી ભર્યા નેપાળને થોડા જ સમયમાં સુંદર વ્યવસ્થાના શિખરે ચડાવી દીધું
નેપાળનો સર્વસત્તાધીશ છતાં સિપાઈથી માંડી મહારાણા સુધીની બધી જવાબદારીઓ તેને શિરે લટકતી. બધાં જ કાર્યો પર તેને દેખરેખ રાખવી પડતી, બધી જ બાબતમાં તેની સલાહ મંગાતી. તે પરોઢમાં ઊઠી પ્રભુપૂજન કરતો; પછી નાસ્તો કરી ન્યાયાસન સંભાળત. ભેજન પછી બીજાં રાજકીય કામ પર તેને દેખરેખ રાખવી પડતી.
બ્રિટનનો દસ્ત છતાં તે સ્વદેશપ્રેમી ને ધર્મનિષ્ઠ હતો. તેને આયુર્વેદ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તે માટે તેણે હિમાલય અને પશ્ચિમ હિંદમાંથી અનેક જાતના છોડ મંગાવેલા. તેણે કેટલાક ભારરૂપ થઈ પડેલા રિવાજે જે કે બંધ કર્યા છતાં તે રીતરિવાજને ચુસ્ત ઉપાસક હતો. તેની કિંમત તે સમજી શક્ત. ચીનના શહેનશાહે જ્યારે તેની પ્રશંસા કરી યોગ્ય કાબ આપ્યો ત્યારે બ્રિટનના ગમે તેવા મોટા ઈલકાબ કરતાં તેણે તેની કિંમત વધારે આંકી.
થોડાક સમય પૂર્વે પિતાના નાના પુત્રનું લગ્ન તેણે નાની રાજકુંવરી વેરે કરેલું. આ અરસામાં તેણે પોતાની પુત્રીનું લગ્ન નેપાળના પાટવીકુંવર શૈલેયવિક્રમ વેરે કર્યું. આમ નેપાળના રાજવંશ સાથે તેને સંબંધ અતૂટ બન્યો.
હવે તે ઉત્તરાવસ્થામાં પ્રવેશતો હતો. તેણે માતાને બે પત્નીઓને, એક પુત્રને, બે ભાઈઓને સ્મશાને વળાવ્યા હતા. તેની સ્વાભાવિક શક્તિ એટલી જ પ્રભાવશીલ છતાં અંતરમાંથી તે ત્યાગી બની રહ્યો હતો. એક વખતે તો તેને સાધુ બની જતે માંડ અટકાવાયેલ.
૧૮૭૫ માં તેણે બીજી વખત યુરોપ જવાની વ્યવસ્થા કરી. થોડા જ સમયમાં યોગ્ય રસાલા સાથે તે નેપાળથી નીકળી ચૂકે. અલહાબાદમાં તેને એ રસાલા સાથે ત્રિવેણી સ્નાન કરવાની ઈચ્છા થઈ પણ લેફ. ગવર્નરે સશસ્ત્ર સૈનિકે સાથે નદી પર જવાની અનુમતિ ન • આપતાં તે ખીજાયો. વાઈસરોયને એ સમાચાર મળતાં જ તેણે દિલગીરી દર્શાવી બધી અનુકુળતા કરી આપી. પણ જંગે એ વખતે સ્નાન ન જ કર્યું - ત્યાંથી તે ગોદાવરી-નર્મદાના પ્રદેશમાં થઈ, ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી, મુંબઈ પહેર્યો. પણ મુંબઈમાં ઘેડાના અકસ્માતથી શારીરિક ઇજા થતાં તેને તરત જ નેપાળ પાછા ફરવું પડયું.
આ અરસામાં બ્રિટનના પાટવીકુંવર હિંદની મુલાકાતે આવ્યા. જંગે પણ પોતાના ભાઈને સામે એકલી તેમને નેપાળમાં શિકારે આવવાનું આમંત્રણ આપ્યું. કુંવરે એ આમં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com