________________
૧૭૪ - સુવાસ : શ્રાવણ ૧૫ એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ન્યાયઝન્ય પકડેલી જંગની આરસની પ્રતિમા, તેની અનુમતિથી, કવાયતભૂમિ ઉપર ખુલ્લી મૂકવામાં આવી.
આ પછી જંગે નેપાળના રાજકારણમાં પોતાની પ્રતિભા અવિચલ બનાવવાને સુરેન્દ્ર વિક્રમની કુંવરી વેરે પિતાના મોટા પુત્રનાં લગ્ન લીધાં. લગ્ન પ્રસંગે વરની ઉંમર આઠ વર્ષની ને કુંવરીની ઉંમર છ વર્ષની હતી. લગ્ન પછી તરત જ રાજકુંવરી પિતાના પતિગૃહે રહેવાન ગઈ. તે પોતાની સાથે લાખાને કરિયાવર લાવેલી. એ રીતે જંગની મિલ્કતમાં પણ અપૂર્વ વધારો થતો ગયો. એ જ મહીનામાં જંગે પોતે પણ સ્વ. વડાપ્રધાન ફતેહજંગની પુત્રી ને પિતાના વિરોધી પક્ષના સરદાર ગુરુપ્રસાદની નાની બહેન વેરે લગ્ન કર્યો. બંને લો પ્રેમ કરતાં રાજકારણ પ્રધાન હતાં. એ બંનેથી જંગનું બળ નેપાળમાં અદ્વિતીય બન્યું.
આ રીતે આંતરિક એકતા થઈ જતાં જંગની નજર બહારના પ્રદેશ પર પડી. તિબેટની સાથે નેપાળને થોડોક સમય જતાં ઝગડો જાગ્યો હતો. વર્ષો પહેલાં જ્યારે નેપાળ ને તિબેટ વચ્ચે ઝગડો જાગે ત્યારે તિબેટની મદદે ચીનની શહેનશાહત આવી પહોંચવાથી નેપાળને નમતું મૂકવું પડેલું ને પિતાને થોડોક પ્રદેશ ચીનને હસ્તક સોંપો પડેલો. તે વખતે તિબેટ અને નેપાળ બંને ચીનનાં ખંડિયાં ગયેલાં. તે પછી કંઈક શાંતિ હતી. પણ થોડાક વખતથી તિબેટના સત્તાધિશો અને ત્યાં રહેતા ચીનને એલચી નેપાળી વ્યાપારીઓ અને મુસાફરોને સતાવવા માંડયા હતા. આ માટે જંગે વિધિસર વાંધો ઉઠાવ્યો પણ તેને કંઈ નિકાલ ન આવતાં તેણે યુદ્ધનો આશ્રય લીધે. ચીનમાં આ સમયે આંતરિક ઝગડે ચાલતો હોઈ ત્યાંથી તિબેટને મદદ મળવી સંભવિત નહતી. એટલે જગને આ યુદ્ધમાં પાછલું કલંક ભૂંસી નાખવાની પણ આશા બંધાઈ.
તેણે તરતજ લશ્કરમાં જરૂરી વધારો કરી તેમના હાથમાં અભિનવ શસ્ત્રો મૂક્યાં. દરેક ટુકડી પર તેણે વિશ્વાસુ અને વીર સેનાપતિની નિમણૂક કરી. લશ્કરી સ્વયંસેવકની ટુકડીઓ પણ જોતજોતામાં ઊભી થવા લાગી. એને નેપાળની વિજયધ્વજ ફરકાવવી હતી. શરૂઆતમાં તે તિબેટ સામનો કર્યો પણ તેનું બળ છેવટે ઘટવા માંડયું. નેપાળના હાથમાં તિબેટના કિલા, ઘોડા, લશ્કરી સરંજામ ને સમૃદ્ધિ આવવા લાગ્યાં. એક ઠેકાણેથી ૪૫ મણ તેજતુરી (સોનાની રેતી) મળી આવી. ચીનની મદદ ન મળી શકવાથી તિબેટ છેવટે નરમ પડી સલાહની માગણી કરી. ને નેપાળે દશ હજારની વાર્ષિક ખંડણી, નુકશાનને બદલે વગેરે લઈ તિબેટની સાથે મિત્રતાના કરાર કર્યા.
આ રીતે સર્વત્ર વિજયી બનેલ જંગે હવે પોતાના ભાઈની તરફેણમાં નેપાળના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું. પણ નેપાળી પ્રજાને એ ન સચ્યું. તેણે જંગને એ પદ સાચવવા ખૂબ આગ્રહ કર્યો. પણ જ્યારે જગે ન માન્યું ત્યારે તેમણે જંગને સુરેન્દ્રવિક્રમની અનુમતિથી, કચ્છી અને લાંજંગ નામે બે પ્રાન્તને સ્વતંત્ર રાજા બનાવ્યો; તેને મહારાજાને ઈલ્કાબ બો; નેપાળના સર્વસત્તાધિકારીના તેને અધિકાર આપ્યા; નેપાળપતિને પણ કબજામાં રાખવાની તેને સત્તા આપી ને નેપાળના વડાપ્રધાનનું પદ તેના વંશમાં કાયમ બનાવ્યું.
એકાદ વર્ષ સુધી પ્રધાનપદ ભોગવી જંગને ભાઈ અવસાન પામ્યો. તે પછી જંગે ફરી એ પદ સંભાળી લીધું. પણ હવે તો તે નેપાળને ખરેખર ચક્રવર્તી સમ્રાટ બની ગયો.
આ અરસામાં હિંદમાં સત્તાવનને બળવો ફાટી નીકળ્યા. ઇંગ્લાંડ જઈ આવ્યા પછી જંગે પિતાનું હૈયું તે બ્રિટનને ચરણે ધરી દીધું હતું. બળવાના સમાચાર મળતાં જ તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com