________________
વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ
[ ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાયવિદ્યામંદિર, વડોદરા ]
[ ૮ } વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા તપાગચ્છને ઉપાધ્યાય નેમિ
સાગરજીએ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કરતાં રાજનગરથી ઉ. નેમિસાગરજીનું વડોદરામાં આવી દેવ-વંદન કર્યું હતું, માંડવગઢમાં પાતશાહ વડોદરામાં દેવ-વંદન જહાંગીરે વિજયદેવસૂરિને “સવાઈમહાતપા' બિરૂદ આપ્યું, ત્યારે
ઉપર્યુક્ત નેમિસાગરે “જગ-જીક સવાઈ' પદ મેળવ્યું હતું– એમ વિ. સં૧૯૭૪માં સ્વર્ગવાસી થયેલા એ ઉપાધ્યાયના નિર્વાણ-રાસમાં સચન છે. નાકર કવિ—વિક્રમની સેળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના આરંભ સુધી
(વિ. સં. ૧૫૫૦ થી ૧૬૧૫) વિદ્યમાન મનાતા વડોદરાના વડેદરાના કવિઓ દી (ડી) સવાલ વણિફ વિકાના સુત વૈષ્ણવ કવિ નાકરને
અહિં પહેલાં ઉલ્લેખ કરવો જોઈએ; જેણે ૧ શિવવિવાહ, ૨ ધ્રુવાખ્યાન અને ૩ આદિપર્વ, ૪ ગદાપર્વ, ૫ વિરાટપર્વ જેવાં ગુજરાતી કાવ્યો રચી વડોદરાના વડનગરા નાગર બ્રાહ્મણ મદનસુત જેવા કથાકારને આખ્યાન કરવા કૃષ્ણાર્પણ કર્યા હતાં.
કવિ પ્રેમાનંદ–ગુજરાતની જનતામાં ઘણું જાણીતા થયેલા અને ગુજરાતના આધુનિક સાક્ષરોઠારા જયંતીઓ અને ચર્ચાઓ દ્વારા પ્રેમ અને આનંદપૂર્વક પ્રસિદ્ધિમાં મૂકાયેલા ભટ કવિ પ્રેમાનંદની જન્મભૂમિ તરીકે વડોદરાની વાડી વિખ્યાત થયેલી છે. પ્રેમાનંદની ખડકી, પ્રેમાનંદની પળ તરીકે પ્રખ્યાતિમાં મૂકાઈ છે. જો કે આ કથાકાર કવિએ બાલ્યવયથી સાળ-નંદુરબાર(ખાનદેશ)માં આશ્રય લઈને અને સૂરતમાં વાસ કરી પોતાની કૃતિયોને અને આખ્યાન-કથાઓને અધિક લાભ ત્યાંની જનતાને આપો જણાય છે, તેમ છતાં તેણે પોતાને વટપત્રવાસી અને કેટલીક કૃતિમાં “વીરક્ષેત્ર વડોદરૂં સૂચિત કરેલું છે.
વડોદરામાં તેણે વિ.સં. ૧૭૨૦ (૧ ૩ અનિરુદ્ધ (આખા)હરણ-કથા,)માં લમણહરણ, વિવેકવણઝાર, માર્કંડેય પુરાણ, વિ. સં. ૧૭ર૭ માં ચંદ્રહાસનું અને અભિમન્યુનું આખ્યાન રચ્યું હતું; તથા વડોદરામાં નાગરી ન્યાતની પાટે ગાયેલું મામેરું અઘાવધિ નારી–સમાજમાં પ્રેમપૂર્વક બહુધા ગવાય છે.
વડોદરાના વણિક હરિદાસ જેવા કવિ-શિષ્યો દ્વારા અને કવિ વલ્લભ જેવા પુત્ર દ્વારા કવિ પ્રેમાનંદની ઈષ્ટ કૃતિયોમાં સારી વૃદ્ધિ પુષ્ટિ થઈ જાય છે.
વિક્રમની અઢારમી સદીના મધ્યભાગને શોભાવી ગયેલા, પુરાણના આખ્યાનકાર ગુજરાતી ભાષાના પ્રેમી આ કવિ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ, વડોદરા સાહિત્ય સભા તરફથી સન ૧૯૩૮માં પ્રકાશિત થયેલ “સાહિત્યકાર” સૈમાસિકને પ્રેમાનન્દ અંક જેવો જોઈએ. ૧ “રાજનગરથી ચાલે, મુનિવર--મારગે માહાલે; વહાલે એ વાંધા દેવ વડેદરે રે.”
(મે. દ. દેશાઈ એ. જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૫૦, ગા. ૭૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com