________________
સર્વસિદ્ધિ ત્રયોદશી - ૧૬૧
હરેનઃ “ના, છે. આ સ્થળે મારી સહી કરવાની જરૂર જ ન હતી. આ સ્થળે નામ લખવાની જરૂર હોત તો કાલ્પનિક મણિમયના કાલ્પનિક મિત્ર રાધાકાતનું નામ લખત. પરંતુ આ સ્થળે અનાવશ્યક લાગવાથી મેં કેઈનું નામ લખ્યું ન હતું.”
ન્યાયાધીશ: “ઠીક, આપ આ કાગળના ટુકડા પર આપની સહી કરે.”
હરેને સહી કરી આપી એટલે ન્યાયાધીશ તે સહીમાં અને પત્રમાંની સહીમાં કાંઈ ભેદ છે કે નહિ તે જોવા લાગ્યો, પરંતુ કંઈ ભેદ જણાય નહિ તે પછી હરેન તરફ જોઇને ન્યાધીશ બોલ્યોઃ “આપ પિતે જ ખાત્રી કરી જુઓ કે આ બંને સહીમાં કાંઈ ફેર માલમ પડે છે કે કેમ?”
હરેને બરાબર પરીક્ષા કરી, પણ કાંઈ ફેર માલમ પડયો નહિ. પછી તે જોરથી બે: “એ મારી સહી નથી. આપને મારી વાતમાં વિશ્વાસ ન આવે તે, આપ યોગ્ય સમય આપો. તે સમય દરમ્યાન હું મારી વાતની સત્યતા સાબિત કરી આપીશ.”
ન્યાયાધીશઃ “શી રીતે સાબિત કરી આપશે ?
હરેઃ “મારી વાર્તાનું ખોખું લાવી આપને બતાવું, એથી મારી વાત આપને સાચી લાગશે, એમ આશા રાખું છું.”
ન્યાયાધીશઃ “તેમ કરવાથી તે તમને વખત મળે એટલે આ પત્રને બંધબેસતી એકાદ વાર્તા લખી લાવે. કેમ ખરું ને?”
હરેઃ “આપને મારો વિશ્વાસ ન આવે તે આપ જ મારે ઘેરથી વાર્તાનું બેખું મંગાવવા તજવીજ કરે.”
ન્યાયાધીશ તે પ્રમાણે કરવા કબૂલ થયો. કારણ એમ કરવાથી પક્ષકારને પિતાના બચાવના સમર્થનની તક મળશે એમ તેને લાગ્યું. મુકદ્દમાની બીજી તારીખ પડી.
ચારપાંચ દિવસ પછી હરેનને ખબર મળી કે, ન્યાયાધીશે તેને ઘેરથી વાર્તાનું ખોખું મંગાવવા વ્યવસ્થા કરી હતી. પરંતુ તે હાથ લાગ્યું નથી. વિશેષમાં તેને જણાવવામાં આવ્યું કે તેના પિતાની ઈચ્છા હોય તો તેને ખોખું મંગાવવાની તજવીજ કરવા છુટ છે.
હરેને અગાઉની ઘટના વિગતવાર વર્ણવીને તેના મિત્ર પ્રમથને ઘરમાંથી વાર્તાનું ખુ શોધી કાઢી મક્લી આપવા લખ્યું. પ્રમથે ઉત્તરમાં લખ્યું કે તેની વાર્તાનું બેખું મળી આવ્યું નથી. પોલીસે ઘરની તપાસ કરી તે વખતે તે પોલીસને હાથ લાગ્યું છે કે નહિ તેની પણ પ્રમથને ચોક્કસ ખબર ન હતી.
નિર્દિષ્ટ દિવસે મુકદમાની ફરી સુનાવણી થઈ. પરંતુ હરેન પિતાની વાતની સાબિતી આપી શક્યો નહિ. છેવટે ન્યાયાધીશને તેની વિરૂદ્ધ ચુકાદો આપવાને રહ્યો. ફોજદારી કાયદાની કલમ ૩૦૬ અનુસાર હરેનને આત્મહત્યાના પ્રચારક તરીકે છ માસની આસાન કેદ તથા ૫૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો. હરેનના પત્રથી મણિમય આત્મહત્યા કરવા પ્રેરાયો હતો છતાં હરેન પ્રત્યક્ષ સહાયકર્તા નહિ હોવાથી આટલી ઓછી શિક્ષા કરવામાં આવી હતી.
પિલીસ હરેનને કોર્ટમાંથી થાણામાં ને ત્યાંથી જેલમાં લઈ ગયા. જેલમાં જતાં રસ્તામાં જરા આગળ ચાલતી બે વ્યક્તિઓની વાતચીત હરેને સાંભળી. એક જણ બોલ્યાઃ હવે મારું પ્રમેશન કેણુ અટકાવશે ? છેવટે સર્વસિદ્ધિ ત્રયોદશી સાધવી પડી. બીજું શું કરું?”
બીજે માણસ બેલ્યોઃ “હકીકત શી બની હતી, તે જણાવ તે ખરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com