________________
તબ
નાશ
અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાં નરસ્ટાચા " नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
-
*
*
*
* *
* *
* *
*
* * * *
* *
*
w
w
w
w
w
w
,
પુસ્તક ૧લું ].
વિ. સં૧૯૦૫ : ફાલ્ડ્રન
[ અંક ૧૧
જીવન સત્ય
દૂર દૂર ક્ષિતિજ પર્યત અનંત, અગાધ સાગર પથરાયેલે પડ્યો હતો. ઊચે નીલ આકાશમાં સૂર્યદેવ વિરાજતા.
કિનારા પ્રતિ અખલિત વહ્યાં કરતી શાન્ત, મનોરમ્ય તરંગમાલાના મન્દ ઘુઘરવ સિવાય જલનિધિના વિશાળ પટ પર અખંડ શાંતિ વ્યાપી હતી.
તટ સન્મુખ છેડેક દૂર સમુદ્રપટ પર પાણી ઊંચે ચડતું દ્રષ્ટિગોચર થતું... .. બીજી જ ક્ષણે ઊંચાઈના એ ઊર્ધ શિખરેથી નીચે પડતું, સડસડાટ આગે સરતું તે જલધિમાં વિલુપ્ત થતું
એક જ ક્ષણ..
ને જ્યાં પ્રથમ જલતરંગ વિલય પામ્યો હતો તે જ સ્થળેથી તેની સ્પર્ધા કરતું બીજું મોજું ઊંચે ચડતું અને બીજી જ પળે નિજ પુરોગામીની પુનરાવૃત્તિ કરતું સમુદ્રમાં ગરકાવ થતું.
ત્યાં ત્રીજું મોજું જન્મતું.....ને નિજ પૂર્વજની જીવનચર્યાને અનુસરતું અનન્ત જળમાં સમાઈ જતું.
અને જલતરંગની પરંપરા આમ આગળને આગળ સંચરતી.
અન્ત વીચિમાલાનો છેલ્લો વિરાટ તરંગ. દસ્તુઓથી ઘેરાયલા, સમરાંગણમાં ઝઝૂમતા, કે મહારથીની પેઠે, નિઃશેષ ધસારા સાથે અંતિમ નીરલેખા પર ફરી વળતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com