________________
૫૬૦ સુવાસ : ફાગુન ૧૯૯૫
અને સલરાજ અને રેશમી કાપડ ઉપર કર નાંખીને પૂરી કરવામાં આવશે. નવા બજેટમાં રેલવેની પણું પંચાણું કરોડની આવકની ગણતરી, પણ ખર્ચ વધવાથી પુરાંત બે જ કરોડની, હિંદી સરકારના નવા વર્ષના બજેટમાં ૮૨ કરોડ ૧૫ લાખની આવકે ૮૨ કરોડ ૬૬ લાખના ખર્ચને અડસટ્ટો.
-જીવન : મુંબઈ પ્રાન્તીય મહિલા-પરિષદ ને પ્રદર્શનની શ્રીમતી મુનશીના હાથે થયેલી ઉદઘાટનક્રિયા. લેડી સ્ટીવન્સનના પુનર્લગ્ન પ્રસંગે તેમના પુત્રેજ આપેલું માતાનું કન્યાદાન, લાર્ડ' સેફટસબરીના કહેવા પ્રમાણે ઇગ્લાંડને ઊછરતી પ્રજાના હિત માટે કુવામાંથી હાથે જ પાણી ખેંચતી મજબુત સ્ત્રીઓની જરૂર છે. ગયા વર્ષની સર્વશ્રેષ્ઠ દશ રૂપસુંદરીઓમાં ડચેસ એફ વિંડસરને બીજો અને બેગમ આગાખાનનો પાંચમે નંબર આવ્યું છે. એ દશે રૂપરાણીઓને કાપડખર્ચ એ વર્ષમાં લગભગ ત્રીસ લાખ રૂપિયા થયેલો.
દેશી રાજી : જયપુરની પ્રજાકીય લડત સામે જરૂર પડે તે મશીનગન પણ વાપરવાને ત્યાંના ગોરા પ્રધાનને નિશ્ચય; શ્રી. જમનાલાલ બજાજની ધરપકડ, રાજકોટની ઉગ્ર બનેલી લડત. પૂ. કસ્તુરબા, મણીબહેન પટેલ, મૃદુલા શેઠ વગેરેની ધરપકડ. સત્યાગ્રહીઓ પર અત્યાચાર; ૫. મહાત્મા તપાસ અર્થે; શાંત સમાધાન માટે તેમના ઉપવાસ; ને છેવટે વાઇસરોયની દરમિયાનગીરીથી થયેલું સમાધાન. લીંબડીમાં ગુંડાગીરી, પ્રા–પરિષદને વિખેરી નાખવાના પ્રયત્ન. જુનાગઢ, હૈદ્રાબાદ, કુતિયાણુ, રાધનપુર વગેરે રાજ્યમાં પ્રજા પર ચાલતું દમન. પંડિત જવાહરલાલના પ્રમુખપદે લુધિયાનામાં મળેલી રાજસ્થાન પ્રજાપરિષદની બેઠક. ગાયકવાડ નરેશ શ્રીમંત સયાજીરાવનું અવસાન. તેમના પૌત્ર શ્રીમંત પ્રતાપસિંહરાવને વડોદરાના ગાદીપતિ તરીકે કરાયેલું રાજતિલક, શ્રીમંત પ્રતાપસિંહરાવે સ્વ. નરેશે પાંચ વર્ષ માટે મહેસૂલમાં કરેલા સવા એકવીસ લાખના ઘટાડાને કાયમીરૂપ આપ્યું અને સ્વ. નરેશના સ્મારક માટે રૂ. એક કરોડ આપ્યા. ત્રાવણકોરના ખ્રિસ્તીઓ પ્રત્યે કડકાઈ દાખવવામાં આવે છે તે સામે મ. ગાંધીજીને વિરોધ.
રાષ્ટઃ ત્રિપુરી મહાસભાના પ્રમુખ તરીકે શ્રી સુભાષ બેઝની વરણી. પ્રમુખ તરીકે શ્રી સુભાષ બાઝ ચૂંટાવાના કારણે કારોબારીના તેર સન્યાએ આપેલાં રાજીનામાં. મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણુમાં કોંગ્રેસે મેળવેલા ઝળકતે વિજય. વડી ધારાસભામાં પસાર થયેલું મુસ્લીમ તલાક-બીલ. ધંધુકામાં મળેલી રાજપુત પરિષદે સરદાર શ્રી. વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસની રાજપુતવિરોધી નીતિ સામે દર્શાવેલ વિધિ. બર્મામાં રમખાણ. સરહદના પ્રધાનો અને તેમના અમલદારો વચ્ચે વધતો જતો મતભેદ. દેરા ઈસ્માઈલખાનમાં ભયંકર કોમી રમખાણના કારણે તારાજ થએલી ૧૧૦ દુકાને. લખનૌ અને કાનપુરમાં કોમી હુલ્લડે. બેરિસ્ટર સાવરકરના મતે હિંદની પ્રજાકીય પરદેશનીતિ કેવળ રક્ષણાત્મક હોવી ઘટે. મુંબઈના એક વખતના ગવર્નર, થોડાક સમય પરના હિંદના કામચલાઉ વાઇસરોય અને બંગાળના ગવર્નર લોર્ડ બ્રેબોર્નનું, આંતરડાના સોજા પરનું ઓપરેશન નિષ્ફળ જતાં, થયેલું અવસાન, શ્રી સુભાષચન્દ્ર બેઝની માંદગી.
પરદેશ : જાપાને હૈનાન ટાપુને લીધેલ કબજે કાન્સ અમેરિકાને ૧૯૩૮માં ૧૦૦ અને ૧૯૩૯માં ૫૦૦ લશ્કરી વિમાને બાંધવાની આપેલ વરદી. હ૨ હીટલરે જાહેર કરેલી ઈટલિ અને જમનીની અતૂટ લશ્કરી એકતા. ફ્રેન્ચ વડાપ્રધાને ઈંગ્લાંડ અને ફ્રાન્સ વચ્ચે એવાજ એકતા દર્શાવી અને મી. ચેમ્બરલેઈને એ માન્યતાને ટેકે પણ આપ્યો. ફેસીસ્ટ ગ્રાન્ડ કાઉન્સિલની જંગી સભીમ હીટલરના ભાષણ માટે સંતેષ દર્શાવવામાં આવ્યો અને જર્મનીની સંસ્થાન વિષયક માગણીને વ્યાજબી ઠેરવવામાં આવી, તેમજ ઈટલિના સામાજિક કાયદાની પુનર્ધટના સંબંધી વ્યવસ્થા કરવામાં આવી. ઈટલિ અને જર્મનીમાં લેકસત્તાવાદી દેશેને ઉશ્કેરતી છે. રૂઝવેલ્ટની પરદેશનીતિ સામે હુમલા. રૂઝવેલર્ટ જાહેર કરેલી જગતના પ્રત્યેક રાષ્ટ્રની સ્વતંત્રતાને વાંછતી પોતાની પરદેશનીતિ. ઇટલિ, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઈંગ્લાંડ ને અમેરિકાએ શસ્ત્રસજજતામાં આદરેલી વિનાશક હરિફાઈ. જાપાને આવતા વર્ષ માટે મંજુર કરેલું એકત્રીશ કરોડ પાઉન્ડનું ખાસ લશ્કરી બજેટ-જેમાંથી સાડા સત્તાવીસ કરોડ પાઉન્ડ ચીનના યુદ્ધ પાછળ ખર્ચવાની ગણતરી. જાપાને બંધ કરેલો પલ નદીને માર્ગ. પેલેસ્ટાઈન પરિષદનું ખરાબે ચઢેલું નાવ. જેરૂસલેમમાં કફર્યું-એર્ડર. ચીનના પરદેશમંત્રીનું ખૂન. સ્પેનના આંતરિક યુદ્ધમાં કાકેાએ બાસીલના પર મેળવેલ વિજય, સમાજવાદી સરકારની નાસભાગ; અમેરિકા સિવાય જગતના લગભગ દરેક દેશે કરેલ કાન્હોની સરકારને સ્વીકાર. જુના પોપનું અવસાન. નવા પાપ તરીકે એક રાજદ્વારી રામન કાડીનલ ચૂંટાતાં ઇટલિમાં ફેલાયેલી હર્ષની લાગણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com