________________
પપર “ સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫
માનવી સમતાલતા ગુમાવી હંમેશાં અસંતુષ્ટ, અવિશ્રાન્ત બની રહે—એ જ સ્થિતિ ચિત્રાની છે. તેનું દુઃખદ આલેખન કેવું હૃદયભેદક ઊઠે છે !~~
ચિત્રા: ‘તેને (પોતાનાં અંગને) હંમેશાં રાણુગારવાનું, પ્રિયતમ સમીપે મેાકલવાનું અને તેના વડે તેને આલિંગતાં નીરખવાનું કામ મને કારૂં થઇ પડયું છે. એ દેવ! તારૂં વરદાન પાÛ લઇ લે.'
કેવી ભયંકર વિભિન્નતા ! દેહ-આત્મા વચ્ચે આવી ભીષણ વિયુક્તતા અનુભવનાર માટે જીવન એક સંગ્રામરૂપ થઇ પડે તેમાં શું આશ્ચર્ય ! આ માનસિક વિયુક્તિ અને તેમાંથી ઉદ્ભવતી વ્યગ્રતા ચિત્રામાં અકારણ નથી. કાઇએ આપેલ વસ્તુ પર જંદગીની મહેલાત રચવા બેસીએ તેા ખીજે જ દિવસે તેના પાયા હચમચી ઊઠે. જેને આપણે આપણી પેાતાની બનાવવા ઈચ્છતા હોઇએ-ગમે તે વસ્તુ હે! તેને આપણે વનના નૂરથી પ્રાપ્ત કરવી જોઇએ, અને ત્યારે જ તે ચિરસ્થાયી સુખ આપી શકે. ચિત્રાને અપ્રતિમ દેહલતા મળી પણ તે તેની આત્મવેલ સાથે સંયુક્ત ન થઈ શકી-થઈ શકવાની પણ નથી. પારાવાર હૃદયમંથન પછી ઉછીના સાર્યની અસારતા તેના અંતરમાં જડાઈ જાય છે. એમ થાય છે કે વર્તમાન કરતાં તે પૂર્વે જે સ્થિતિ હતી તે જ વધુ સુંદર હતી. અને એક વીરાંગનાને છાજે તેમ તે મદનને તેનું વરદાન પાછું લઈ લેવા પ્રાથે છે. પણ એ પ્રાર્થનાના સ્વીકારમાં સમાયેલી નિજ શાસનની નિષ્ફળતા મઢનના ધ્યાન બહાર રહી શકતી નથી, એટલે વસ્તુસ્થિતિની ખીજી આજી દર્શાવતાં કુશળતાપૂર્ણાંક તે ચિત્રાની હૃદયવીણુાના એક સૂક્ષ્મતારને ઝણઝણાવી મૂકે છે— પણ હુ તારી પાસેથી તે લઇ લઉં તે પ્રિયતમ સમીપ તું કેવી રીતે ઊભી શકીશ ? સુખનેા પહેલા ઘૂંટડા હજી એણે પૂરા પીધા નથી એટલામાં એના એ પરથી પ્યાલો ખેંચી લેવે-એ નિર્દય નથી શું ? દેવા રાષપૂર્ણ ક્રોધથી ત્યારે, તે તારા પ્રતિ જોશે ? ’
મન:
પણ આ યુક્તિપૂર્ણ શબ્દો એ વીરાંગનાને ભેળવી શકે તેમ નથી. અસય કરતાં સત્યને તે વહાલું લેખે છે અને પરિણામની લવલેશ પરવા કર્યા વગર પેાતાના ભાગ્યવિધાતા મદનદેવને સ્પષ્ટ સુણાવી દે છે—
‘ આના કરતાં તે તે વધારે સુંદર હશે. આ ભદ્રેષ કરતાં વધારે ઉન્નત એવી મારી જાતને હું તેની સમક્ષ પ્રગટ કરીશ. તેને તે પાછી ઠેલશે-મને તિરસ્કારી મારા હૃદયના ભાંગીને ભૂક્કા કરશે તે તેય હું શાંતિથી સહી લશ '
તે તેનાં નયનમાંથી ભારતકન્યાની મંગલ સમર્પણભાવનાને પ્રસરાવતું, તેની વિશદ દિવ્ય મહત્તાને સૂચવતું કરુણ છતાં સામ્ય દીપ્તિભર્યું હઠીલું તેજ વર્ષે છે.
પણ મદનના પ્રિય વયસ્ય વસન્ત મિત્રના સામ્રાજ્યને આમ એકાએક તૂટી પડતું કેમ જોઈ શકે ? પુષ્પધન્વાના શૃંગારશાસનમાં પ્રકૃતિમાં માવ પૂરી તેને હરેક રીતે સફળ બંનાવવામાં જ તેના જીવનની કૃતકૃત્યતા મિત્રની સત્તા ટકાવી તેને સબળ બનાવવા અને સાથે જ ચિત્રાને આકસ્મિક આપત્તિમાંથી ઉગારી લેવા તે એક સ્વાભાવિક માર્ગ સૂચવે છે— મારી શિખામણ સાંભળ. શર૬ના આગમન સાથે કુસુમઋતુ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ફળઋતુને વિજય આવે છે. એની મેળે એક એવા સમય આવશે જ્યારે હારી આતપ-કલાન્ત દેહપ્રભા કરમાશે, અને અર્જુન તારામાં રહેલા સનાતનકલિત સત્યના આનંદપૂર્વક સ્વીકાર કરશે. અત્યારે તે તારા ઉન્માદેત્સવમાં પાછી વળ, વત્સ ! ''
( અપૂર્ણ )
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com