________________
ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ ૫૪૭ તેમના પિતાશ્રી અવસાન પામ્યા. તે પછી મહારાણી ચિમનાબાઈનું અવસાન. યુવરાજ ફતેહસિંહરાવ પર તેમણે મહદ્ આશા સેવેલી. તે કુમારને પિતાથી પણ અધિક બનાવવાની તેમની ભાવના હતી. ને એ વીર કુમારે એવી તેજસ્વિતા દાખવી પણ ખરી; પણ એ મહાન યુવરાજ યુવાન વયે જ અવસાન પામ્યા. તે જ સમયથી મહારાજાના થનગનતા તેજસ્વી હૈયા પર જાણે તિમિરનો પટ પથરાઈ ગયા. તે પછી તે તેમણે રાજમાતા, ભગિની તારા રાજે, ભાઈઓ, નવાં મહારાણીના બે કુંવર, એક પુત્રવધૂ, એક જમાઈ વગેરેને પિતાની આંખ આગળ જ અદશ્ય થતાં જોયાં. છતાં એક મહાન વીર તરીકે મહારાજાએ આ બધું દુઃખ સહી લીધું. તે સ્વ. યુવરાજ ફતેહસિંહરાવના પુત્ર શ્રીમન્ત પ્રતાપસિંહરાવને તેમણે યુવરાજ તરીકે કેળવણી આપવા માંડી.
વડી સરકાર સાથે શ્રીમતને સંબંધ મીઠે હતો. છતાં કેટલીક વખત સ્વમાનની ભાવનાના કારણે એ સરકાર સાથે તેમને અથડામણમાં આવવું પડેલું. બાપટ-કેસ પ્રસંગે કમીશનની સખત શિક્ષાની ભલામણોને અસ્વીકાર કરી તેમણે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલે ત્યારે હિંદી સરકારની તેમના પર ખફામરજી ઊતરેલી. હિંદી સીવીલ-સવસે યુક્તિથી દૂર રાખેલા અરવિંદ ઘોષને તે વિલાયતથી પિતાની સાથે લેતા આવ્યા અને ભવિષ્યની તે મહાવિભૂતિની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ જ્યારે વડોદરામાંથી પ્રકાશવા માંડી ત્યારે સરકારને ફરી ચીમકી લાગી. પડવા-પ્રકરણમાં પણ કંઈક એવું જ બન્યું. દિલ્હી દરબાર પ્રસંગે સામ્રાજ્ઞી મેરીને સલામ ભરવી ભૂલી જવાતાં બ્રિટનમાં પણ ઊહાપોહ જાગેલે. આંતરિક વહીવટમાં માથું મારવાના રેસીડેન્ટના પ્રયાસને તે તેઓ મૂળમાંથી જ નિષ્ફળ કરી નાંખતા. લોર્ડ કર્ઝને તેમના પર મકેલ કેટલાક પ્રતિબંધને પણ તેમણે સફળતાપૂર્વક સામનો કરે છે. એક સમયે તો એક પત્રમાં તેમણે જણાવી દીધેલું કે, “અમને કહેવામાં તો રાજાઓ આવે છે પણ વડી સરકારના પ્રતિનિધિઓને અમારી સાથેનો વર્તાવ એક નોકર કરતાં પણ ખરાબ હેય છે. અમારી સાથે કરવામાં આવેલા કરારની કશી કિમત નથી લેખાતી.”
બીજા હિંદી રાજાઓ, પરદેશના નામાંકિત વીર અને હિંદના પ્રજાકીય આગેવાને કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મહારાજા મીઠે સંબંધ ધરાવતા. ૧૮૯૨માં તેમણે ઈગ્લાંડના નામાંકિત વડા વછર ગ્લૅડસ્ટન, ૧૯૦૫માં પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટ, ૧૯૧૦ માં જાપાનપતિ મીકાડો, ૧૯૩૪ માં ના. પિપ ને ૧૯૩૬ માં હર હીટલરની મુલાકાત લીધેલી. ઓલિમ્પિયા રમતગમતના પ્રસંગે હીટલરે સામા આવીને મહારાજાને સત્કાર કરે. બનારસ હિંદુ યુનીવર્સિટીના તેઓ ચાન્સેલર હતા. અને બનારસ તથા લંડન યુનીવર્સિટી તરફથી તેમને એલ એલ. ડી. ની ડીગ્રી અપાયેલી.
દાનેશ્વરી તરીકે પણ તેઓ નામાંકિત છે. જીવનકાળ દરમિયાન તેમણે બે કરોડ લગભગનું દાન કર્યું છે. તેમાંથી એક કરોડ તે તેમણે હીરક મહોત્સવ પ્રસંગે શ્રાદ્ધારની
જનાની સિદ્ધિ અજ અપેલા; બાકીના દાનને મોટે ભાગે તેમણે શિક્ષણ, સાહિત્ય ને સંસ્કૃતિના વિકાસ અર્થે વાપરેલ.
રાજ્યાભિષેકનેરી કે સુવર્ણ–મહત્સવ તે કેટલાક રાજવીઓએ માણ્યો હશે. પણ હીરક મહોત્સવ પણ નજરે જોનાર ગાદીપતિ તરીકે તે મહારાણી વિકટેરિયાથી બીજે નંબર એમનોજ આવે. તેમના હીરક-મહત્સવની ઉજવણી પણ અપૂર્વ બનેલી. તે પ્રસંગે ના. શહેનશાહ, હિંદી વજીર, ના. વાઈસરોય અને જગતના બીજા અનેક નામાંકિત પુરુષોએ તેમને અભિનંદન આપેલાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com