________________
૫૪ - સુવાસ : ફાગુન ૧૯૯૫
રાજમાતાને દત્તક પુત્ર પર સાચા પુત્ર જેટલું જ વહાલ છતાં તેઓ કદી તેમની કેળવણીની આડે ન આવ્યાં. દિવાન સર ટી. માધવરાવે રાજ્યની બધી જવાબદારી પોતે સંભાળી લીધી એટલું જ નહિ–મહારાજાને વિશેષમાં તેમણે કેટલુંક રાજકીય જ્ઞાન પણ આપ્યું.
આ રીતે શ્રીમન્તનું શિક્ષણ અનેકવિધ વિષયોમાં વિકસવા લાગ્યું. રાજનીતિ, ઈતિહાસ, સાહિત્ય રમતગમત, ઘ ડેસ્વારી વગેરેમાં તે રેગ્ય રીતે ઝળકતા થયા. રાજ્યકારેબારનું તેમને ત્વરિત જ્ઞાન આપવાને ભારતના નામાંકિત અને રાજનીતિજ્ઞ પુરુષોનાં સેકડે ભાષણની હારમાળા ગોઠવવામાં આવી. એ સર્વ ભાષણમાં સર ટી. માધવરાવે સુવ્યવસ્થિત કારોબાર સંબંધી આપેલાં ભાષણ ખૂબજ કિમતી લેખાયાં છે.
એ અભ્યાસક્રમ પૂરું થયા પહેલાં જ શ્રીમન્તને ૧૮૩૭ના દિહી-દરબાર પ્રસંગે, ફરજંદે ખાસ દૌલતે ઇગ્લેિશિયા'– ઈઢકાબ બક્ષવામાં આવ્યો.
સત્તર વર્ષની વયે, રાજભગિની તારાબાઈના લગ્ન પછી તરતજ, તેમનું લગ્ન કરવામાં આવ્યું. તે લગ્નમાં દેશપરદેશના નામાંકિત મહેમાનોએ હાજરી આપેલી, અને રાજમાતાના વાત્સલ્યપૂર્ણ ઉત્સાહથી તે લગ્નની ધામધૂમ એક અપૂર્વ ઉત્સવરૂપ બની ગયેલી. મહારાજાનાં પત્ની લક્ષ્મીબાઈ તાંજોર રાજ્યના કુટુંબી વિખ્યાત મોહિતે વંશનાં કુંવરી હતાં. લગ્ન પછી તેમનું નામ ચિમનાબાઈ રખાયેલું. મહારાજાને એ લગ્ન ખૂબ સુખદ નીવડેલું.
ઉક્ત લગ્નપ્રસંગે જ આજના વિખ્યાત લક્ષ્મીવિલાસ મહેલને પાયો નંખાયો. દશ વર્ષની મુદત અને પચાસેક લાખના ખર્ચે તે મહેલ તૈયાર થયેલું. તેની બાંધણી ઈન્ડે– સારાસન પદ્ધતિની છે અને હિંદના કેઈપણ રાજમહેલ કરતાં તે વધુ શ્રેષ્ઠ ગણાય છે.
લગ્ન પછી તરતજ મહારાજાના હાથમાં રાજ્યની લગામ સુપ્રત થવી જોઈએ એવી ભાવના જન્મી. મહારાજાનું શિક્ષણ પણ એ સમયે પૂરું થવા આવ્યું હતું. પરીણામે રાજમાતા અને દિવાનના પ્રયાસથી એ વાત વડી સરકારના કાને નખાઈ. અને ૧૮૮૧ ના. ડિસેમ્બરમાં, બ્રિટનની સરકારની સંમતિથી, મહારાજાને સર્વ સત્તા સુપ્રત કરવામાં આવી. ઉક્ત પ્રસંગે મહારાજાએ કરેલું ભાષણ ખૂબજ આશાસ્પદ અને પ્રજાપ્રેમ ભર્યું હતું.
મહારાજાએ આ રીતે રાજ્ય સંભાળી લેતાં જ તેમના દિવાન અને ગુરુ સર ટી. માધવરાવ પિતાના હોદાનું રાજીનામું આપી પિતાને વતન ચાલ્યા ગયા. મહારાજાએ તેમના સ્થાને કાજી શાહબુદીનની નીમણુક કરી.
રાજ્યની લગામ હાથમાં લીધા પછી તરતજ મહારાજાએ શિક્ષણ સાથે કેળવાયેલી તેમની ઉદાત્ત અને સુધારક ભાવનાઓને મૂર્ત સ્વરૂપ આપવા માંડયું. તેમણે ઈજારાપદ્ધતિ બંધ કરી રૈયતવારી પદ્ધતિ અપનાવી, જકાત અને ખેડૂતે પર કર કંઈક અંશે કમી કર્યો, નવનવાં ખાતાંઓ ખોલી તેના ઉપરી તરીકે નવા અમલદારો નીમવા માંડયા. રાજ્ય તરફથી થતા દાનમાં ખૂબ ઘટાડો કરી નાંખવામાં આવ્યો. રેલ્વેની નાની સડકે બંધાવા લાગી, ને સ્થળે સ્થળે નિશાળે ને વાંચનાલયે ખૂલવા લાગ્યાં.
ઈ. સ. ૧૮૮૩ ને ઓગસ્ટમાં મહારાણી ચિમનાબાઈએ યુવરાજ-પુત્રને જન્મ આપે. વડોદરાએ ભવિષ્યના એ મહાન યુવરાજ-શ્રીમાન ફતેહસિંહરાવને ભવ્ય જન્મોત્સવ ઊજવ્યો. તે પછી બીજા વર્ષે મહારાણીએ એક કન્યારત્નને જન્મ આપ્યો. પણ એ અરસામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com