________________
૧૪૦ • સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫
..
ન સાચવી શકયા. પ્રજાના લડાયકવર્ગ ખંડ કર્યું પિલાજીના ભાઈ મહાદજીએ વડાદરા કબજે કરી વડાદરા ગુજરાતની મરાઠી સત્તાનું પાટનગર બની રહ્યું.
પિલાજીના પુત્ર દામાજી ખીજાએ વ્યવસ્થિત તંત્ર ને ભવ્ય રાજગાદીની સ્થાપના કરી. તેણે પ્રથમ અમદાવાદ અને પછી ગુજરાતની અડધી વસુલાત પર અધિકાર સ્થાપી માળવામાં પ્રવેશ કર્યાં. ચક્રવર્તી શાના મરણ પછી તે તારાબાઈના પક્ષમાં ભળતાં મરાઠી સત્તાના તન્ત્રપ્રતિનિધિ પેશ્વાએ તેને કેદમાં નાંખ્યા. પણ તેથી કંઈ ન વળતાં માનભરી સંધિ સાથે તેને છૂટા કરવામાં આવ્યા. એ સંધિની રૂએ ગુજરાત પરની તેની સત્તા વ્યવસ્થિત, મરાઠી સામ્રાજ્યના અંગભૂત છતાં એકતંત્ર ને કંઈક અંશે સ્વતંત્ર બની.
અને તે તે સમાવી શકે તે પહેલાં જ તેને સશક્ત બનાવી દીધું. તે સમયથી
૧૭૬૧ના પાણીપતના યુદ્ધ પછી તેણે કાયિાવાડનેા કેટલાક ભાગ સર કર્યાં. અને લાઠીની રાજકુંવરી વેરે તેનાં લગ્ન થતાં બાકીના કેટલાક ભાગ તેને પહેરામણીમાં મળ્યા. આ રીતે પિલાજી અને દામાજીના પરાક્રમી શ્રમથી ગુજરાત, કાઠિયાવાડ, માળવા, ખાનદેશ અને રજપુતાનાના ધણાખરા પ્રદેશ ગાયકવાડના કબજામાં આવ્યેા. પણ પિલાજીના પુત્રા કૂત્તેહસિંહ અને ગાવિંદરાવ વચ્ચે કલહ જાગતાં ફત્તેસિંહે મુંબઈ પ્રાન્તમાં તે સમયે પરિબળ જમાવતા અંગ્રેજો સાથે લશ્કરી સંધિ કરી. એ સંધિની રૂએ ફત્તેહસિંહને તાપીની દક્ષિણે આવેલા પ્રદેશ અંગ્રેજોને સોંપવા પડયા ને અંગ્રેજોએ તેના રક્ષણની જવાખદારી સ્વીકારી. તે પછી સાલબાઈના કરારની રૂએ ગાયકવાડ પેશ્વાને કેવળ નિયમિત ખંડણી આપે એવું ર્યું. આના પરિણામે ખંડણી સિવાયના વિષયમાં ગાયકવાડી રાજ્ય મહારાષ્ટ્રીય સામ્રાજ્યથી કેટલેક અંશે સ્વતંત્ર બન્યું. ફત્તેહર્સિહે તેને સુવ્યવસ્થિત ખનાવ્યું, રાજધાની વડાદરાની ખીલવણી માટે તેણે શકય ઉપાય લીધા.
ફત્તેહસિંહની પછી તેના ભાઇ ગાવિંદરાવે વડાદરાની ગાદી સંભાળી. વસાઇના કરારની રૂએ તેએ મરાઠી સામ્રાજ્યના ગુર્જરપ્રતિનિધિ મટી વડેાદરાના રાજ્યકર્તા ગણાયા. તેમના પરની પેશ્વાની સત્તા કમી થઈ. પણ સાથે જ તે બ્રિટિશ રક્ષણ હેઠળ મૂકાયા ને મેજર વાકરની વડાદરાના રેસીડેન્ટ તરીકે નિમણૂક થઈ.
વાકર ખૂબ પ્રતિભાશાળી ને લશ્કરી દમામને પુરુષ હતા. ગાવિંદરાવની પછી ગાદીએ આવેલ કુમાર આનંદરાવની ભલમનસાઈને લાભ લઇ તે વડાદરારાજ્ય અને ગુજરાત– કાઠિયાવાડના સર્વ સત્તાધીશ બની બેઠા. તેણે કેટલાંક અંડ સમાવ્યાં તે ગાયકવાડના આંતરિક તંત્રમાં પણ તે દખલ કરતા થયે.
૧૯૨૪માં, પેશ્વાએ ગાયકવાડને કાઠિયાવાડની ખંડણી અને અમદાવાદના ઇજારા સંબંધી, આપેલ પટાની મુદત પૂરી થતાં તેણે ના પટ્ટો કરી આપવા અનિચ્છા દર્શાવી. આ ઝધડાના ઉકેલ આણુવા ગાયકવાડના દિવાન ગંગાધર શાસ્ત્રીને, અંગ્રેજોની બાંહેધરી નીચે, પૂના મેકલવામાં આવ્યા. પણ ત્યાં તેનું ખૂન થતાં અંગ્રેજોએ પેશ્વાની ગાયકવાડ પરની સત્તા પૂર્ણપણે ખૂંચવી લીધી. તે ૧૮૧૮માં મરાઠી સામ્રાજ્યનું પતન થતાં ગાયકવાડ સ્વતંત્ર, અલ્બત્ત અંગ્રેજોના કાબુ હેઠળના, ગુરપતિ બન્યા.
આ અરસામાં એખામંડળમાં ખંડ જાગતાં અંગ્રેજોએ અવ્યવસ્થાના બહાના નીચે ગાયકવાડના હાથમાંથી દ્વારકા સિવાયનું લગભગ કાઠિયાવાડ છીનવી લીધું. પેશ્વાનું પીઠબળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com