________________
o સુવાસ ફાગુન ૧૯૯૫
પિતાના કુટુંબની વારતવિક પરિસ્થિતિથી પરિચીત મોટાભાઈ એ એક દિવસ કહ્યું, “હવે તે હું કંઈક નોકરી શોધી લઉં તો ઠીક!”
ઘરનાં બધાં માણસો હાજર હતાં. ઘનશ્યામ પણ.... “કેમ?” વેણીએ પૂછયું.
મારે હવે ઘરની ચિંતા કરવી જ જોઈએ ને !” મોટાભાઈએ કહ્યું. “ચિંતા કરવા માટે હજી નાના છો!” વેણીએ સત્તાવાહી છતાં મીઠા અવાજે કહ્યું.
“કેમ?ઉમરમાં પિતાથી નાની વેણીને આ પ્રમાણે બેલતી સાંભળી મેટા ભાઈએ નવાઈ પામતાં કહ્યું.
“ઘરનો બધો ભાર ઉપાડીને ફરવા તૈયાર થતાં પહેલાં તમારે તમારે અભ્યાસ તે પૂરે કરવું પડશે ને !”
“ ઓહો !” “કેમ છે?”
“હજી તે મારે દેઢ-બે વર્ષ ભણવું પડે. અને આપણું ઘરની આવી મુશ્કેલ સ્થિતિમાં ભણવાનું ખર્ચ તે કેમ જ ઊપડે ?”
તે તમારે જોવાનું છે કે મારે ?” વેણીનો તીણ સ્વર ગાજી રહ્યો. બધાં તેની દિલાવરી પ્રશંસાપૂણ નેત્રે જોઈ રહ્યાં.
“ના, બેન!” મૃણાલે કહ્યું, “એવી ખોટી જક ન કરશો. અત્યારે ઘરનું ખર્ચ પણ કેમ પૂરું કરો છો તે આપણે સમજીએ છીએ. એમાં ભણતરનું ખર્ચ કયાંથી ઊપડશે !
એ નોકરી કરશે તે એટલી ચિંતા તે ઓછી થશે!” - “બેન, તમારે એમ કહેવડાવવું છે કે હવે આ ઘરની માઠી દશા બેસી ગઈ?” વેણું ખૂબ ગંભીર થઈ ગઈ હતી. બધાં ચૂપ હતાં.
“મારા જીવતાં” વેણી બોલી રહી, “તે હું એમ નહીં જ થવા દઉં. શું કરું મારાં માબાપ ગરીબ છે, ” વેણીએ ઘનશ્યામ સામે જોતાં કહ્યું. “નહીં તો ત્યાંથી માગી ભીખી લાવીને ય મેટાભાઈને અભ્યાસ પૂરો કરાવત! પણ હજીયે શું બગડી ગયું છે? હું ઘરની મેટી છું. ઘરની લાજ સાચવવાની મારી ફરજ છે. તમે બધાં નચિંત રહે. હું ભૂખી રહેવાનું કબૂલીશ પણ મોટાભાઈ કે રસિકભાઈનું ભણતર તે નહીં જ છોડાવું.”
“પણ બેન....” મૃણાલે કહ્યું.
“ના, મારા સંકલ્પને જરાય દુર્બળ ન બનાવશો. ઈશ્વર મને સહાય કરશે.” વેણીમાં અપાર્થિવ તત્વ હોય તેવું લાગતું હતું.
અને ઘનશ્યામ, ભાઈ ! તું હજી નાખે છે, નહીં તે તું તારી બેનને મદદ ન કરે?”
“હું મારી બેનને જરૂર મદદ કરીશ.” ઘનશ્યામ દ્રઢતાપૂર્વક બેલ્યો. “મેટ થા ત્યારે...વેણીએ વચ્ચે કહ્યું.
“હું મેટે થાઉં ત્યાં સુધી મારાથી બેસી શી રીતે રહેવાય? હું તે બેન માટે કંઇક કરવાનો જ !”
“ઠીક ઠીક. એ તે જોયું જશે.” વેણીએ કહ્યું.
છેવટે મોટાભાઈએ એલ એલ. બી. ને અભ્યાસ કરવા જવું અને રસિક મેટ્રિકનો અભ્યાસ ચાલુ રાખે તેમ વેણીની ઇચ્છાનુસાર નક્કી થયું.
[અપૂર્ણ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com