________________
સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ” દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખ સુધીમાં નિયમિતપણે પ્રગટ થશે. નમુનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી.
સુવાસ'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. બે થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધે ન હોય તેમણે પોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસીયામાં “પુરસ્કાર' શબ્દ લખો. લેખકોને તેમને લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતાં પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ પ્રીન્ટસ મોકલાશે.
તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જેડ સંબંધીમાં લેખકે એ ગુજરાત વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લેખો માટે અસ્વીકારનો ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખોની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રમપૂર્વક આલેખાયેલા હશે તો તે ઉચિત નેધ સાથે તે જ મુદતમાં પાછો મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખો ટપાલ ખર્ચ મોકલા એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે.
તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “પ્રખ્ય પરિચયમાં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થોની કેવળ નેધ જ લેવાશે.
ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્વતા જાણવી હેય
• અનુભવવી હોય તો ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
એલ. એમ. એન્ડ એસ. કૃત ઇ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી
૧૦૦૦ વર્ષને
પ્રાચીન ભારતવર્ષ ખરીદો
- તમે સ્વદેશપ્રેમી છે? , ત્યારે તે તમે ભારતવર્ષને ઈતિહાસ જાણતા જ હોવા જોઇએ
ન જાણતા હો તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨
ત્યારપછી અને છુટક આખા સેટના રૂ. ૩૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com