________________
૫૨૮ સુવાસ : ફાગુન ૧૯૯૫ પાછળ ગુજરાતણે ઘેલી બની છે. ગરબીવિધાયક દયારામ એ રસરાજવી નથી, પણ ગરવી ગુજરાતને હૃદયરાજવી છે.
રસધનમાંથી કલામય રીતે કરી કાઢયાં હોય એવાં એનાં અદ્દભુત કાવ્યોમાં ગુજરાતના સાહિત્ય અને સંસ્કારઘડતરમાં અપૂર્વ હિસ્સો આપે છે. એની ગરબીઓએ રાસલેખકને અવનવા ઢાળ આપ્યા છે. એનાં ગીતોની ખૂબી અને સંગીતમાધુરી આજે યે નિત્યનૂતન લાગે છે અને ઓસર્યા નથી, એથી એમની ગુણવત્તાનાં સાચાં મૂલ્ય અંકાય છે. એ રસિયે શરદની શેરીઓને જેવી સેવામણી કરી છે તેવી ભાગ્યે જ બીન કેઈએ કરી હશે.
એક એકથી ચઢિયાતાં એનાં કાવ્યરત્નોમાંથી અમુકની પસંદગી કરવાનું કાર્ય કેટલું વિકટ છે તે સમજી શકાય એમ છે. માટે જ મેં આગળ આ દર્શનને આછું-અધૂરું કહ્યું છે. તો હવે આપણે એનાં થોડાંક રાસરનોનાં અધૂરાં છતાં મધુરાં દર્શન કરીએ.
પ્રેમાંથી દયારામની પ્રેમની પણ વેધક અને તલસ્પર્શી છે. એની અનોખી સ્નેહમીમાંસાની જેડ સારા સાહિત્યમાંથી જડે એમ નથી. પ્રેમલક્ષણા ભક્તિના અનન્ય ઉપાસક દયારામનું પ્રેમભક્તિનું આલેખન સર્વાગ સંપૂર્ણ અને ઊંડાણભર્યું હોય એ સ્વાભાવિક છે. પુષ્ટિમાગ કવિ પ્રેમને પ્રભુ પરમ પ્રસાદ માને છે, અને એવી પ્રભુપુષ્ટ વ્યક્તિઓ જ પ્રેમની સાચી અધિકારી નીવડે છે. તેથી તે લખે છે –
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ડરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે;
મસ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ન ભરે.” અને કવિને એ પ્રેમલક્ષણા ભક્તિ એક જ પ્રભુને પામવાનું સરલ અને સીધું સાધન દેખાય છે. એટલે એ કહે છે --
એમ કટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ન ફરે;
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર પ્રેમભક્તિયે વરે.” પ્રણયમીમાંસાનું અનુપમ આલેખન કરતું કવિનું “ પ્રેમ પરીક્ષા' કાવ્ય એકલા ગુજરાતી સાહિત્યમાં નહિ પણ કદાચ જગતસાહિત્યમાં “એકમેવ અદ્વિતીયમ' ગણાશે. Shelley ની પ્રેમની ફિલસુફી (Love's philosophy) ઉપર આફરીન પિકારનારે ઘરઆંગણનું આ પ્રેમપરીક્ષા કાવ્ય વાંચવું-વિચારવું ઘટે છે. આ પણ ભક્તકવિને ભકિત તરફ સ્પષ્ટ પક્ષપાત છે, એટલે સુધી કે જ્ઞાન અને યોગને તે તદ્દન ઉતારી પાડે છે. પ્રભુપ્રાપ્તિમાં ભકિતને મુકાબલે એ સાધને એને એકજ નિર્બળ ને નમાલાં લાગે છે. પ્રેમપરીક્ષામાં જ્ઞાની ઉદ્ધવ અને પ્રેમી ગોપીઓના સંવાદ દ્વારા તેમજ ઇતર પણ અનેક સ્થાને એણે આ વસ્તુ વ્યકત કરી છે. જ્ઞાનજડ ઉદ્ધવને પ્રેમની ફિલસુફી સમજાવતાં રસધેલો ગોપીઓ કહે છે:
“ઓધવજી છે અળગી રે, વાત એક પ્રેમતણી; કોઇ અનુભવી જાણે રે, કહેતાં તે ના બગી. પ્રસૂતાની પીડા રે, વંઝા તે શું જાણે ?
જોયું કેમ આવે રે, માણ્યાને પરમાણે ?” અનુભવસિદ્ધ અને અનિર્વચનીય પ્રણયની અય્યત ને અવ્યય સ્થિતિ વર્ણવતાં કહે છે -
નેક સુખથી ન વાધે રે, દેખી દુઃખ નવ ઘટે; જેમ વૃક્ષને વળગી રે, વેલી તે ફરી ના લટે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com