________________
બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન પર
ઈ. ૧૦૬૬માં નેમિનયુગ શરૂ થયો. વિજેતા વિલિયમના રાજશાસન હેઠળ ઈંગ્લાંડે ઐક્યના શ્રી ગણેશ માંડયા. પરદેશી નર્મનોએ સબળ સરકાર સ્થાપી એટલું જ નહિ, પણ એક સદીમાં તેઓ પોતે અંગ્રેજ બન્યા અને એકત્ર રાષ્ટ્રનો પાયો નાખ્યો. બારમી સદીમાં રાજાઓના ત્રાસને અંગે, પ્રજા સ્વરાજના પાઠ ભણવા લાગી અને જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજદ્વારી પ્રગતિ થઈ. ઈ. સ. ૧૨૧૫માં મેગનાકાર્ટીએ રાષ્ટ્રીય હો સ્વીકાર્યા અને શાહી પાર્લામેંટની સ્થાપના થઈ. * આ અરસામાં યુરેપના નાવિકમાં નવીન દેશોને શોધવાની તમન્ના જાગી હતી. આ તમન્નાનું પહેલું કારણ પોતાના દેશની આર્થિક સ્થિતિ હતી, તેથી નાવિકેને રાજ્ય તરફથી ઉત્તેજન અપાતું: વસવાટ અને કારભારના હક અપાતા. * નવીન દેશોની શોધ કરવાનો જશ પોર્ટુગીઝ, સ્પેનીશ અને ઈટાલિયન પ્રજાઓને જાય છે. ગ્રેટ બ્રિટન, ફ્રાંસ અને હેલાંડ આવાં સારામાં બીજી પંક્તિએ છે, જ્યારે જર્મની તે કેવળ હેલું જાગે છે.
નવીન દેશોની શોધ બે દિશામાં વહેંચાયેલી હતી. પૂર્વમાં યુરોપને સમૃદ્ધિની ડોળમાં હવડાવનાર હિંદ પહોંચવાનો પ્રયાસ હતો, અને પશ્ચિમે આટલાંટિક મહાસાગર ઢઢળવાનો હતો.
ઈ. સ. પૂર્વે ૩૨૭માં ગ્રીસના સમ્રાટ સિકંદરે હિદની ભૂમિ પર પગ મૂકેલે ત્યારથી એશિયાને ભૂમાર્ગ યુરોપવાસીઓને જાણ થયો હતો, પણ આખા એશિયાને પ્રવાસ કરનાર કેઈ યુરોપીય બેટે હજુ સુધી નીકળ્યો ન હતો. એનો યશ તો વેનિસના બે ભાઇએને તેરમી સદીમાં મળે. નિકલે અને મેકિઓ પિલે નામના વેનિસના વતની બે ભાઈઓએ નિકલના પુત્ર અને મેફિઓના ભત્રીજા માર્કો પિલ સાથે ઈ. સ. ૧૨૭૧ થી ઈ. સ. ૧૨૯૫ સુધીની પણ સદી દરમિયાન આખા એશિયાનો પ્રવાસ કરેલો. મા પિલેએ એ સમયના એશિયાની સામાજિક, વેપારી અને રાજદ્વારી પરિસ્થિતિનું હુબહુ વર્ણન પિતાના પ્રવાસગ્રંથમાં કર્યું છે. આ ગ્રન્થ પિણા બસો વર્ષ સુધી અપ્રગટ રહ્યો. ઈ. સ. ૧૪૭૭માં આ ગ્રંથ પ્રગટ થયો ત્યારે પ્રથમ વેનિસ સાક્ષ અને પછી આખા યુરોપ સમક્ષ ભારતને વૈભવ પ્રસિદ્ધિમાં આવ્યો. વેનિસ અને આના હિંદ સાથેના વેપારને અને ઈટલિની આર્થિક પ્રગતિને ખરેખર પ્રાથમિક યશ આ ગ્રંથને જ ઘટે છે. આ રીતે ઈટલિએ પહેલાં પરદેશ–પગરણ માંડયાં, પણ નવીન દેશે કબજે કરવાનું અને સામ્રાજ.
સ્થાપવાનું પણ બીજા દેશના કપાળે જ લખાયું હતું. - વેનિસ અને નોઆની હિંદ સાથેના વેપારને અંગે થયેલી સમૃદ્ધિ પાટુંગાલને ખેંચી. તેણે સમૃદ્ધ પોર્ટુગાલના સ્વપ્નાં સેવ્યાં અને હિંદ પહોંચવા માટે જળમાર્ગ સૂંઢવા માંડ્યો. સમુદ્રો ઢળવાની આ ભાવનાએ જગતને નવો ઈતિહાસ સરજાવ્યો છે, જગતની પ્રગતિ કે અધોગતિ આણી છે, જગત પર યુરોપની આણ ફરકાવી છે, અને જગતના દૂર દૂર પડેલા ખંડે અને દેશોને જનસમાજના સંસર્ગમાં મૂક્યા છે. - આ બધી સફરનું લક્ષ્યબિંદુ ભારત હતું. આ બધા પ્રયાસને પ્રધાન આશય પત પિતાના દેશોને ભારતની સમૃદ્ધિના મહાસાગરનાં પુણ્ય-જળથી હવડાવવાનો હતો. આ ભારતને નામે અનેક પુણે અને અનેક પાપ જગતભરમાં યુરોપના દેશને હાથે થયાં છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com